પેટ્રોલ પંપમાં થતી છેતરપિંડીથી બચવાની સરળ રીતો
ઘણી વખત લોકોની ફરિયાદ હોય છે કે પેટ્રોલ પંપમાં પેટ્રોલ અથવા ડીઝલની ચોરી કરી લેવામાં આવે છે. આ વાત 100 ટકા સાચી છે.
ઘણી વખત લોકોની ફરિયાદ હોય છે કે પેટ્રોલ પંપમાં પેટ્રોલ અથવા ડીઝલની ચોરી કરી લેવામાં આવે છે. આ વાત 100 ટકા સાચી છે. ફેબ્રુઆરીમાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનએ કહ્યું હતું કે પેટ્રોલ પંપ છેતરપિંડીના કિસ્સામાં મહારાષ્ટ્ર 1560 કેસો સાથે પ્રથમ અને ઉત્તર પ્રદેશ 913 કેસો સાથે બીજા ક્રમ પર હતું. પેટ્રોલ પંપ ખાતે છેતરપીંડીના કિસ્સામાં દિલ્હી દેશમાં ત્રીજા ક્રમે છે.
એપ્રિલ 2014 થી ડિસેમ્બર 2017 દરમિયાન દિલ્હીમાં નિમ્ન અથવા ભેળસેળવાળું પેટ્રોલ વેચવાના 785 અધિકારીક કેસો પણ સામે આવ્યા હતા. આ આંકડાઓનો અંદાજ છે પરંતુ વાસ્તવિક આંકડાઓ આના કરતા ઘણા વધારે હોઇ શકે છે. જો તમે પેટ્રોલ પંપમાં થતી છેતરપિંડીથી બચવા માંગો છો, તો આ લેખ તમારી મદદ કરી શકે છે.

પેટ્રોલની શુદ્ધતા ચકાસવા માટે અપનાવો આ પદ્ધતિ
તમે પેટ્રોલ પંપમાં થતી છેતરપિંડીથી બચવા માટે કાગળ પર પેટ્રોલના થોડા ટીપાં મૂકીને તેની તપાસ કરી શકો છો. જો પેટ્રોલ શુદ્ધ હશે તો તે કોઈ પણ નિશાન છોડ્યાં વગર હવામાં ઉડી જશે. જો પેટ્રોલ ભેળસેળ હશે તો કાગળ પર તમને કેટલાક ડાઘ જરૂર દેખાશે. આ પદ્ધતિથી તમે પેટ્રોલની શુદ્ધતા જાણી શકો છો.

કેનમાં પણ માપી શકાય છે પેટ્રોલ
જ્યારે પણ પેટ્રોલ નંખાવવા જાવ છો ત્યારે તમારી નજર મીટર પર રાખો. તેલ મશીન પર જુઓ કે શૂન્ય લખેલો છે કે નહિ. બધા પેટ્રોલ પંપ પર 5 લીટર તેલ માપવાની કેન ઉપલબ્ધ હોય છે, જે તેલ અને માપન વિભાગ દ્વારા પ્રમાણિત કરેલી હોય છે. જો પંપ પર નાખવામાં આવેલા 5 લિટર તેલથી કેન પૂરી ભરાઈ જાય તો તેલની એટલી જ માત્રા મળે છે જેટલી તમને જોઈએ.

વેચાણ ભાવની તપાસ કરીને ખરીદો પેટ્રોલ
જ્યારે પણ પેટ્રોલ ડીઝલ ભરાવવા જાવ ત્યારે પ્રથમ વેચાણ કિંમત તપાસો, તેમજ આઉટલેટ પર લાગેલી ડિસ્પ્લે લિસ્ટ જરૂર જુઓ. આવી સ્થિતિમાં વેપારી તમારી પાસેથી નિયત કિંમત કરતાં વધુ ચાર્જ નથી લઇ શકે. તેથી જેટલી વખત પેટ્રોલની ખરીદી કરો તેટલી વાર કેશ મેમોની માંગ જરૂર કરવી જોઈએ.

પેટ્રોલ પંપ કામદારો પર પણ આપો ધ્યાન
પેટ્રોલ પંપમાં પેટ્રોલ ભરાવો તે સમયે તમારે પહેલા મીટર પર નજર રાખવી પડશે અને પછી તમારે પંપ કામદારોની હિલચાલ પર ધ્યાન આપવું જોઈએ. જો તમે ગાડીમાંથી નીકળી તેને નજીકથી જોશો તો તે વધુ સારું રહેશે. ઘણી વખત તમને વાતોમાં ઉલઝાવીને પંપ કામદારો તમારું ધ્યાન આમતેમ ભટકાવી નાખે છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
