આવી રહ્યો છે 3 હજાર કરોડનો IPO, જાણો પ્રાઈઝ સહિતની તમામ બાબતો
આઈપીઓમાં રોકાણ કરનારા માટે એક સારા સમાચાર છે. એક મોટી કંપનીનો આઈપીઓ બહુ જલ્દી રોકારણકારો માટે ખુલવા જઈ રહ્યો છે.
આધાર હાઉસિંગ ફાઈનાન્સ 3000 કરોડ એકત્ર કરવા આઈપીઓ લોન્ચ કરવા જઈ રહ્યું છે. IPO 8 મેના રોજ ખુલશે. તેની પ્રાઇસ બેન્ડ આવતીકાલે એટલે કે 1લી મેના રોજ જાહેર કરવામાં આવશે.

આવતા સપ્તાહે આ ત્રીજો IPO ખુલશે. આ સિવાય Indigene અને TBO Tech પણ IPO લાવી રહી છે. આધાર હાઉસિંગ ફાઇનાન્સને ઇન્વેસ્ટમેન્ટ કંપની બ્લેકસ્ટોનનું સમર્થન છે. તે વિશ્વની સૌથી મોટી વૈકલ્પિક રોકાણ પેઢી છે.
આધાર હાઉસિંગનો IPO 3 દિવસ માટે ખુલ્લો રહેશે. આ માટે 10 મે સુધી બિડ કરી શકાશે. આ ઈસ્યુમાં 1000 કરોડના નવા શેર જારી કરવામાં આવશે. 2000 કરોડના શેર્સ ઓફર ફોર સેલ દ્વારા આવશે. આ શેર કંપનીના પ્રમોટર BCP ટોપકો દ્વારા જારી કરવામાં આવશે.
બ્લેકસ્ટોન ગ્રુપ ઇન્કના આનુષંગિકો દ્વારા સંચાલિત ભંડોળની પેટાકંપની BCP Topco VII Pte હાલમાં હાઉસિંગ ફાઇનાન્સ કંપનીમાં 98.72 ટકા હિસ્સો ધરાવે છે. તે જૂન 2019 થી કંપનીની પ્રમોટર છે. બાકીના શેર 1.18 ટકા શેરહોલ્ડિંગ સાથે ICICI બેંક સહિત જાહેર શેરધારકો પાસે છે.
કંપનીએ તેના કુલ ઇશ્યુનું કદ અગાઉના 5,000 કરોડથી ઘટાડીને 3,000 કરોડ કર્યું છે. જાન્યુઆરી 2024માં ફાઇલ કરાયેલા DRHP મુજબ, IPOમાં BCP ટોપકો દ્વારા 1,000 કરોડનો નવો ઇશ્યૂ અને 4,000 કરોડનો OFS સામેલ હતો.
આધાર હાઉસિંગે ક્વોલિફાઇડ સંસ્થાકીય ખરીદદારો (QIBs) માટે નેટ પબ્લિક ઇશ્યૂ કદના 50 ટકા, બિન-સંસ્થાકીય રોકાણકારો માટે 15 ટકા અને રિટેલ રોકાણકારો માટે બાકીના 35 ટકા અનામત રાખ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
