100 બિલિયન ડોલરનું વિદેશી રોકાણ ભારતના આંગણે આવીને ઉભું છે : મોદી
ઇન્દોર, 9 ઓક્ટોબર : આજે મધ્યપ્રદેશના ઇન્દોરમાં યોજાયેલી 'મધ્યપ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ'માં બોલતા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે અંદાજે 100 બિલિયન અમેરિકન ડોલર જેટલું વિદેશી મૂડી ભારતમાં રોકાણ કરવા માટે આપણા બારણે ટકોરા મારી રહી છે. આવા સમયે જે તે રાજ્ય પર નિર્ભર કરે છે કે તે આનો ફાયદો કેવી રીતે ઉઠાવે છે અને કેવી રીતે રોકાણ પોતાના રાજ્યમાં ખેંચી લાવે છે.
વડાપ્રધાન મોદીએ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમીટમાં જણાવ્યું હતું કે આપણે નાના ઉદ્યોગોનો વિકાસ કરીને દેશનો વિકાસ કરવો છે. કૃષિ માટે એક મોટું બજાર બનાવવાની જરૂર છે. સહયોગનો માર્ગ દેશને નવી દિશા બતાવશે. બધા સીએમ મારી સાથે મળીને કામ કરશે તો તેમના રાજયોનો પણ વિકાસ થશે.

નરેન્દ્ર મોદીએ 'મેક ઇન ઇન્ડિયા'ના સપનાને સાકાર કરવા પાસે-પાસે નહિ સાથે સાથે રહેવાનું હોવાનું જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે જ્યાં સુધી હું વડાપ્રધાન છું ત્યાં સુધી દેશનું મસ્તક નમવા નહિ દઉં, દેશના વિકાસ માટે ટીમ ઇન્ડિયાનો નારો લગાવવામાં આવશે.
તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે દેશની તાકાત રાજયોના હાથમાં છે. મધ્ય પ્રદેશે દેશને નવી દિશા બતાવી છે. રાજયના વિકાસથી દેશ આગળ વધશે. દેશના વિકાસ માટે રાજયનો વિકાસ જરૂરી છે. પીએમ અને સીએમ સાથે મળીને કામ કરશે તો દેશનો વિકાસ થશે. આપણે આપણી ખરીદ શકિતને વધારવી પડશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીના પ્રચાર પ્રસારમાં વ્યસ્ત હોવા છતાં તેઓ આજે મધ્ય પ્રદેશમાં યોજાયેલી ઇન્વેસ્ટર સમીટમાં હાજર રહ્યા હતાં. આ સમીટમાં દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ પણ જોવા મળ્યા હતા. અહીં નરેન્દ્ર મોદીએ રાજયોની કામગીરી, લઘુ ઉદ્યોગો અને સૌના સાથથી થતા વિકાસની વાત જણાવી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
