ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરનારા આ 10 શબ્દો જરૂર જાણો
આપ આપનું પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા હોવ કે કોઇને કરી આપતા હોવ ત્યારે આપે ઇન્કમ ટેક્સ સંબંધિત કેટલાક શબ્દો ચોક્કસ જાણવા જોઇએ. આ શબ્દોના અર્થ સમજવાથી આપને ઇન્કમ ટેક્સ રિટર્નનું ફોર્મ ભરવામાં સરળતા રહેવાની સાથે ભૂલ થવાની શક્યતાઓ પણ ઘટી જશે.
આ શબ્દો કયા છે તે જાણવા આગળ ક્લિક કરો...

1. નાણાકીય વર્ષ
નાણાકીય વર્ષ 1 એપ્રિલથી શરૂ થાય છે અને 31 માર્ચના રોજ પૂરું થાય છે. આ સમયગાળાને નાણાકીય વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપ 1 ઓપ્રિલ, 2014થી 31 માર્ચ, 2015નો ટેક્સ ચૂકવતા હશો તે તેને નાણાકીય વર્ષ 2014-15 ગણાશે.

2. આકારણી વર્ષ
આકારણી વર્ષ તમારી આગલા નાણાકીય વર્ષની આવક માટે વાપરવામાં આવે છે. ઉદાહરણ તરીકે એસેસમેન્ટ વર્ષ 2014-15 એ નાણાકીય વર્ષ 2013-14માં થયેલી આવક સૂચવે છે.

3. ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ (ટીડીએસ - TDS)
ઇન્કમ ટેક્સ કાયદા અનુસાર, ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ (ટીડીએસ) એ રકમ છે જે કંપની કે વ્યક્તિને ચૂકવાતી આવકની રકમમાંથી પહેલા જ કાપવામાં આવે છે. ટેક્સ વસૂલ કરવાનો આ એક માર્ગ છે. જેમાં કંપની દ્વારા એક ચોક્કસ ટકાવારીમાં પૈસા કાપવામાં આવે છે. આ કાપવામાં આવેલી રકમ સરકારી ખાતામાં જાય છે.

4. ફોર્મ 16
જો આપ કોઇ કંપનીમાં કામ કરતા હોવ અને કંપની તેમાંથી ટીડીએસ કાપીને આપને પગાર આપતી હોય છે. આવા સમયે ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે ફોર્મ 16ની જરૂર પડે છે. કારણ કે તેમાં આપના પગારની આવકનો ઉલ્લેખ હોય છે. ફોર્મ 16 સેલરી પ્રુફ હોવાને કારણે તે આવશ્યક છે.

5. ડાયરેક્ટ ટેક્સીસ
ડાયરેક્ટ ટેક્સ દરેક વ્યક્તિએ તેમની આવક કે નફા પર ચૂકવવો પડે છે. તેને ટાળી શકાતો નથી. ડાયરેક્ટ ટેક્સમાં તમામ ભારણ કરદાતા પર આવે છે.

6. ઇન્કમ ટેક્સ
ઇન્કમ ટેક્સ એક્ટ 1961 અનુસાર , દરેક વ્યક્તિ, જે આકારણીની અંદર આવે છે અને જેમની આવક કરમુક્તિ મર્યાદાથી વધે છે, તે કર ચૂકવવા પાત્ર બને છએ. આવી વ્યક્તિઓએ પાછલા વર્ષની કરપાત્ર આવક પર ટેક્સ ચૂકવવો પડે છે.

7. કરપાત્ર આવક
આપની કુલ આવકનો જેટલો ભાગ કરપાત્ર બને છે, તેને કરપાત્ર આવક કહે છે. તેમાં પગાર, ભાડું, ધંધાનો નફો, વ્યાવસાયિક લાભ, મૂડી લાભ, વ્યાજ, ડિવિડન્ડ, લોટરી કે રેસમાં થયેલી જીતની આવકનો સમાવેશ થાય છે.

8. કરબાદ આવક
આ આવક કુલ આવકનો હિસ્સો નથી. તેના કારણે તેના પર કર લાગતો નથી.

9. એડવાન્સ ટેક્સ
એડવાન્સ ટેક્સ વ્યક્તિની કર જવાબદારીનો એક ભાગ છે. વ્યક્તિ એવી તમામ આવકો પર એડવાન્સ ટેક્સ ચૂકવી શકે છે જેના પર ટીડીએસ કપાયો ના હોય.

10. એસેસી
એસેસી એવ્ય વ્યક્તિ છે, જેના દ્વારા ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ કોઇ પણ પ્રકારનો ટેક્સ કે નાણા ચૂકવવામાં આવ્યા હોય.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
