10 key points of RBI's monetary review policy : 10 મુદ્દામાં જાણો ક્રેડિટ પોલિસી, દૂર થઇ જશે તમારી ચિંતા
10 key points of RBI's monetary review policy : RBI દ્વારા આજે ચાલુ નાણાકીય વર્ષની બીજી મોનેટરી પોલિસીની જાહેરત કરી છે. જેમાં રેપો રેટને સ્થિર રાખવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રેપો રેટ 6.50 ટકા છે. આ સાથે આરબીઆઇ દ્વારા ઘણી વાતો જણાવવામાં આવી છે.
જો તેને એક લીટીમાં સમજીએ તો રિઝર્વ બેંક દેશની આર્થિક પ્રગતિ ઝડપથી ઈચ્છે છે, પરંતુ મોંઘવારીનો ડર તેને સતત પરેશાન કરી રહ્યો છે. તેથી જ જ્યાં આરબીઆઇએ રેપો રેટમાં ફેરફાર કર્યો નથી, પરંતુ ફુગાવા પરથી નજર હટાવી નથી.

રિઝર્વ બેંક મોંઘવારી પ્રત્યે કેટલી સભાન છે, તે આ વાત પરથી સમજી શકાય છે કે, અંતે રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, અર્જૂનની જેમ મોંઘવારી પર નજર રાખવાની જરૂર છે.
અત્રે નોંધનીય છે કે, વિશ્વના મોટાભાગના દેશો હાલમાં મોંઘવારીથી પરેશાન છે, અને તેમની આર્થિક પ્રગતિ પણ અટકી રહી છે, પરંતુ આરબીઆઈની કાર્યક્ષમતાને કારણે ભારતમાં મોંઘવારી ભલે કાબૂમાં ન હોય, પરંતુ તે ચોક્કસપણે નિયંત્રિત છે. બીજી તરફ દેશ ઝડપથી આર્થિક પ્રગતિ પણ કરી રહ્યો છે.
આજની ક્રેડિટ પોલિસી વિશે 10 મહત્વપૂર્ણ બાબતો જાણો
- FY2024 માં હેડલાઇન ફુગાવો, નીચે આવી રહ્યો હોવા છતાં, હજુ પણ 4 ટકાથી વધુ છે
- ફુગાવાને કાબૂમાં લેવા માટે જરૂરી તમામ પગલાં લેવાનું ચાલુ રાખશે
- સરેરાશ તરલતા સતત ઊંચી રહે છે, તેનું સૌથી મોટું કારણ બેંકમાં રૂપિયા 2000ની નોટ પરત આવવી છે
- ગ્રામીણ માંગ સતત સુધરી રહી છે. આવા સમયે સ્થાનિક માંગ ઘણી સારી છે, જે વૃદ્ધિમાં મદદરૂપ છે
- હાલમાં મૂડીરોકાણ માટે વાતાવરણ ઘણું અનુકૂળ છે
- નકારાત્મક બાજુએ માંગમાં નબળાઈ, વૈશ્વિક અસ્થિરતા અને અલ નીનોનું જોખમ છે
- વર્તમાન નાણાકીય વર્ષમાં વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 6.5 ટકા રહેવાની ધારણા છે
- વાસ્તવિક પોલિસી રેટ પોઝિટિવ રહે છે
- ચાલુ ખાતાની ખાધ સતત ઘટી રહી છે. ચાલુ નાણાકીય વર્ષમાં આ સ્થિર રહેશે તેવી અપેક્ષા છે
- જ્યાં સુધી વધતી મોંઘવારીનો સવાલ છે, અર્જૂને તેના પર નજર રાખવાની જરૂર છે
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
