લો બોલો.. મહિલાઓ એક વર્ષ તો ખાલી એ વિચારવામાં ખર્ચી નાખે છે કે પહેરવું શું? જાણો શું કહે છે સર્વે?
તમારી ગર્લફ્રેન્ડ કે વાઈફ તમમે ઘણી વખત એ સવાલ કરતી હશે કે તે શું પહેરે? જો તમને એવુ લાગતુ હોય તે આ સવાલ તમારી એકલાની વાઈફ કે ગર્લફ્રેન્ડ કરે છે તો એવુ નથી. એક સર્વે અનુસાર, દુનિયાભરની મોટાભાગની મહિલાઓ તેમની લાઈફનું એક વર્ષ માત્ર એ વિચારવામાં ખર્ચી નાંખે છે કે પહેરવું શું?
સર્વે અનુસાર, છોકરીઓ દરરોજ લાંબા સમય સુધી શું પહેરવું તે વિશે વિચારે છે અને જો આખી જીંદગીનો હિસાબ કરવામાં આવે તો લગભગ એક વર્ષ થઈ શકે છે. આ રિસર્ચમાં આવા જ બીજા ઘણા તથ્યો સામે આવ્યા છે.

રિસર્ચ અનુસાર, મહિલાઓએ શું પહેરવું છે તેનો જવાબ શોધવામાં તેમના જીવનનું લગભગ એક વર્ષ વિતાવી દે છે. આ સર્વેમાં 2491 મહિલાઓને સામેલ કરવામાં આવી અને તેમને જણાવ્યું કે તે મહિલાઓ ઓફિસ જવા, નાઈટ આઉટ, ડિનર પાર્ટી, હોલિડે, પાર્ટી, જિમ વગેરે માટે કપડાં વિશે ઘણું વિચારે છે. એક હિસાબ અનુસાર, મહિલાઓ માત્ર 287 દિવસ કપડા વિશે વિચારવામાં વિતાવી દે છે.
રિસર્ચ બાદ રિસર્ચરોએ જણાવ્યુ કે, મહિલાઓના શુક્રવાર કે શનિવાર અથવા રજાના દિવસો પહેરવામાં આવતા કપડા પાછળ પસાર થાય છે. તેમના જણાવ્યા અનુસાર, મહિલાઓ દર અઠવાડિયે સવારે લગભગ 16 મિનિટ શું પહેરવું તે નક્કી કરવામાં અને શનિવાર અથવા રવિવારની સવારે લગભગ 14 મિનિટ વિતાવી દે છે.
એક અહેવાલ અનુસાર, તમે જે પહેરો છો તેની સીધી અસર તમે તમારા વિશે કેવું અનુભવો છો તેના પર પડે છે અને તેના કારણે એક મહિલા તેના પોશાકમાં અસાધારણ અનુભવે છે. કોઈપણ પ્રસંગમાં કપડાં તમારા વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરે છે. આ સર્વેમાં 16 થી 60 વર્ષની મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ રિપોર્ટમાં એ વાત પણ સામે આવી છે કે, મોટાભાગની મહિલાઓ વીકએન્ડની રાત્રે બહાર જતા પહેલા શું પહેરવું તે નક્કી કરવામાં લગભગ 20 મિનિટ વિચારે છે. આ સિવાય મહિલાઓ રજાઓમાં શું પહેરવું તે નક્કી કરવામાં દર વખતે 52 મિનિટ બગાડી દે છે. દરેક રજા પહેલા સાંજે અને સવારે શું પહેરવું તે નક્કી કરવામાં 10 મિનિટનો સમય લઈ લે છે. આ સાથે જ જ્યારે પણ તહેવાર હોય ત્યારે મહિલાઓ તેમના કપડા પસંદ કરવામાં લગભગ 36 મિનિટનો સમય બગાડે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
