કપડા બદલવાની ઝંઝટ ખતમ, 24 લાખ ખર્ચીને મહિલાએ આખા શરીરે બનાવ્યા ટેટૂ, હવે કપડાં વિના ફરવા લાગી
વારંવાર કપડાં બદલવાની ઝંઝટમાંથી મુક્તિ ઇચ્છતી કેર્સ્ટિન ટ્રિસ્ટને આની એક અદ્ભુત રીત શોધી કાઢી. જાણો તેણે શું કર્યુ.
નવી દિલ્લીઃ છેલ્લા અમુક વર્ષોમાં લોકોમાં ટેટૂનો ક્રેઝ ઘણો વધી ગયો છે. કેટલાક તેને શોખ પૂરતો સીમિત રાખે છે તો કેટલાક માટે તે દીવાનગી અને ગાંડપણની હદ સુધી પહોંચી જાય છે. સોશિયલ મીડિયાના જમાનામાં લોકો ફેમસ થવા માટે કંઈ પણ કરતા ખચકાતા નથી. ક્રિસ્ટીન ટ્રિસ્ટન પર પણ આવું જ કંઈક થયુ. વારંવાર કપડાં બદલવાની ઝંઝટમાંથી મુક્તિ ઇચ્છતી ક્રિસ્ટીન ટ્રિસ્ટને આની એક અદ્ભુત રીત શોધી કાઢી.

કપડાંથી મળી આઝાદી
જર્મનીમાં રહેતી ક્રિસ્ટીન ટ્રિસ્ટન વારંવાર કપડાં બદલવામાં આળસ કરતી હતી. તે કોઈ એવો રસ્તો શોધી રહી હતી જેના દ્વારા તે આ ઝંઝટમાંથી મુક્તિ મેળવી શકે. ક્રિસ્ટીન ટ્રિસ્ટને દિમાગ લગાવ્યુ અને તેના આખા શરીર પર 24 લાખ રૂપિયા ખર્ચીને રંગબેરંગી ટેટૂ બનાવી દીધા. હા, ક્રિસ્ટીન ટ્રિસ્ટનને કપડાં પહેરવાની એટલી આળસ કે આખા શરીરે ટેટૂ બનાવી દીધા.

24 લાખનો ખર્ચ
ક્રિસ્ટીન ટ્રિસ્ટને આ ટેટૂને આખા શરીર પર કરાવવા માટે 24 લાખનો ખર્ચ કર્યો હતો. ક્રિસ્ટીન ટ્રિસ્ટનનુ આખુ શરીર ટેટૂથી ભરલુ છે. તેના ચહેરા સિવાય શરીરના તમામ અંગો ટેટૂથી રંગેલા છે. ટેટૂ કરાવ્યા બાદ તેણે સોશિયલ મીડિયા પર પણ શેર કર્યુ છે.

ક્રિસ્ટીન ટ્રિસ્ટન 50 વર્ષની છે
જો કે, જ્યારે તમે ક્રિસ્ટીન ટ્રિસ્ટનની ઉંમર વિશે જાણશો તો તમે દંગ રહી જશો. ક્રિસ્ટન ટ્રિસ્ટન 50 વર્ષની છે પરંતુ તેના ટેટૂઝ પ્રત્યેના જુસ્સાને જોઈને તમે વિશ્વાસ નહિ કરી શકશો . તે પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર પોતાની હૉટ તસવીરો શેર કરે છે. તેના ફોલોઅર્સની સંખ્યા લાખોમાં છે.

બની સોશિયલ મીડિયા ક્વીન
50 વર્ષીય ક્રિસ્ટીને વારંવાર કપડાં બદલવાની ઝંઝટને દૂર કરવા માટે તેના આખા શરીર પર ટેટૂ કરાવ્યુ હતુ પરંતુ તેની આ આદતને કારણે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. ક્રિસ્ટીન ટેટૂ મૉડલ તરીકે કામ કરી રહી છે. તેણે પોતાના શરીર પર રંગબેરંગી ફૂલો, પક્ષીઓ, બટરફ્લાયની ડિઝાઇનના ટેટૂ કરાવ્યા છે. તે ટેટૂ મોડલ તરીકે સારી કમાણી કરી રહી છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 189K ફોલોઅર્સ છે.

ટેટૂ મૉડલની લાખોમાં કમાણી
ટેટૂ મૉડલ તરીકે તે ફોટોશૂટ દ્વારા લાખોમાં કમાણી કરે છે. આ સિવાય તે ઈન્સ્ટાગ્રામ પર પોતાના હૉટ ફોટો પોસ્ટ કરીને સારી કમાણી કરી રહી છે. તે સોશિયલ મીડિયા પર બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે તગડી ફી વસૂલ કરે છે. જ્યાં એક તરફ લોકો તેના વખાણ કરે છે ત્યાં તેને ટ્રોલ કરનારા લોકોની પણ કોઈ કમી નથી પરંતુ ક્રિસ્ટીન કહે છે કે તેને કોઈની પરવા નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
