આ દેશની મહિલા હવે ખુલ્લેઆમ કપડા વગર સ્વિમિંગ પૂલમા નહાઈ શકશે, ખુલ્લામાં સ્તનપાન કરાવવાની પણ મંજુરી અપાઈ
દુનિયામાં દિવસે દિવસે મહિલાઓને કાયદાકિય રીતે વિશેષ સુવિધાઓ આપવામાં આવી રહી છે. યુરોપીય દેશોમાં સતત મહિલાઓ માટે નવા નવા કાયદાઓ આવી રહ્યા છે. આ ક્રમમાં સ્પેને ક્રાંતિકારી પગલુ ભરતા મહિલાઓને ખુલ્લામાં નહાવાની પરમિશન આપી છે.
મહિલાઓ માટે વિશેષ પહેલ કરતા સ્પેનની સરકારે મહિલાઓને સ્વિમિંગ પુલમાં ટોપલેસ નહાવાની પરવાનગી આપી છે. આ નિર્ણય બાદ મહિલાઓ કેટાલોનિયા પ્રદેશના સ્વિમિંગ પુલમાં કપડા વગર જઈ સ્વિમિંગ કરી શકશે. આ સિવાય મહિલાઓને જાહેર સ્થળોએ સ્તનપાન કરાવવાની પણ છૂટ આપવામાં આવી છે.

અહીં તમને એ પણ જણાવી દઈએ કે, આ પહેલા અમેરિકા, કેનેડા અને સ્વીડને મહિલાઓને ટોપલેસ નહાવાની પરવાનગી આપી હતી. સ્પેનમાં પણ મહિલાઓ લાંબા સમયથી માંગ કરી રહી હતી.
અહીં કેટલાન ઇક્વાલિટી લો 2020 હેઠળ મહિલાઓને પહેલાથી જ જાહેરમાં ટોપલેસ સ્વિમિંગ કરવાની આઝાદી છે ત્યારે કેટલાક સ્વિમિંગ પુલના માલિકોએ ટોપલેસ થવા પર પ્રતિબંધ મુક્યો હતો. હવે આવુ કરવા પર તેમને 430,000 પાઉન્ડનો દંડ થઈ શકે છે.
અહેવાલો અનુસાર, સ્પેન સરકારે સ્થાનિક ઓથોરિટીને સ્પષ્ટ કહ્યું છે કે મહિલાઓ સાથે કોઈ ભેદભાવ ન થવો જોઈએ. મહિલાઓને ટોપલેસ સ્વિમિંગની પરવાનગી સાથે સાથે સરકારે એ પણ સુનિશ્ચિત કર્યું છે કે મહિલાઓને સાર્વજનિક સ્થળોએ સ્તનપાન કરાવવાની મંજૂરી આપવામાં આવે. ત્યાંના નારીવાદી સંગઠનો આ નિર્ણયને આવકારી રહ્યા છે.
મહિલાઓનું કહેવુ છે કે જો પુરૂષો પૂલમાં ટોપલેસ સ્વિમિંગ કરી શકે છે તો તેમને પણ આ છૂટ મળવી જોઈએ. સ્પેનનો નવો કાયદો કહે છે કે દરેક માનવીને તેના શરીર પર સંપૂર્ણ અધિકાર છે અને તે તેને ગમે તે રીતે સ્નાન કરી શકે છે.
આ કાયદા અનુસાર, જે મહિલાઓ ફુલ બોડી સ્વિમ સૂટ પહેરવા માંગે છે અથવા જે બુર્કિની એટલે કે બુરખા સાથે બિકીની પહેરવા માંગે છે તેમને પણ આ છૂટ મળશે. સ્પેનિશ સરકારે એમ પણ કહ્યું છે કે નવા કાયદાનું પાલન ન કરવા બદલ અધિકારી પર 430,000 પાઉન્ડનો દંડ કરાઈ શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
