આ દેશની મહિલાઓ હોય છે સૌથી સ્લિમ અને ફિટ, જાણો કેવી રીતે પોતાને મેન્ટેન કરે છે?
કોઈપણ સામાન્ય પુરૂષને સ્લિમ અને ફિટ મહિલાઓ વધુ પસંદ આવે છે. માણસનુ નેચર છે કે તેને ખુબસૂરતી ગમે છે. આ જ કારણ છે કે મહિલાઓની ખૂબસૂરતીની ચર્ચા થતી રહે છે. આજે આપણે દુનિયામાં જોવા મળતી સૌથી ખૂબસૂરત મહિલાઓ વિશે વાત કરવાના છીએ.
કહેવાય છે કે જાપાનની મહિલાઓ દુનિયામાં સૌછી ખૂબસૂરત હોય છે. અહીંની છોકરીઓ દુનિયામાં સૌથી સ્લિમ અને ફિટ પણ હોય છે. માન્યતા એવી પણ છે કે અહીંની યુવતીઓ સૌથી વધુ ફિટનેસ ફ્રીક હોય છે. જાપાની યુવતીઓની ખૂબસૂરતી પાછળ માત્ર ફિટનેસ જ નહીં બીજી પણ ઘણી બાબતો હોય છે.

ભોજન
જાપાનના લોકો ટુકડે ટુકડે ખાવાનું પસંદ કરે છે. આનાથી તેમની ભોજનની માત્રા ઘટી જાય છે. આ એક ફિટનેસ ટ્રીક છે અને તેનાથી વજન કંટ્રોલ કરી શકાય છે. એટલે જ જાપાની લોકો એકસાથે ખાવાનું ટાળે છે.
ગ્રીન ટી
દુનિયાના હવે ઘણા ભાગોમાં ગ્રીન ટી પીવાય છે પરંતુ જાપાનમાં તેને સૌથી વધુ પસંદ કરાય છે. અહીં ગ્રીન ટી માચા તરીકે ઓળખાય છે અને તેને દૂધ અને ખાંડની ચા કરતાં વધુ આરોગ્યપ્રદ માનવામાં આવે છે. આમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે અને ફ્રી રેડિકલથી બચાવે છે. ગ્રીન ટી પીવાથી ન માત્ર વજન ઘટે છે, પરંતુ વૃદ્ધત્વની અસર પણ ધીમી પડે છે.
આથાવાળો ખોરાક
જાપાનના લોકો દહીં, લસ્સી, કિમચી, કોમ્બુચા, નૈટો જેવી આથાવાળી વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે. આવા પદાર્થોમાં બી વિટામિન્સ, એન્ઝાઇમ્સ, ઓમેગા-3 ફેટી એસિડ અને પ્રોબાયોટીક્સ હોય છે. તે શરીરને સ્વસ્થ રાખે છે અને ચરબીથી બચાવે છે.
સીફૂડ
સીફૂડને માંસ કરતાં પ્રોટીનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. તે ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ, સ્થૂળતા અને હૃદય રોગનું જોખમ ઘટાડે છે. જાપાનના લોકો સૅલ્મોન, ટુના અને લોબસ્ટર માછલીને ખાવાનું પસંદ કરે છે. તેમાંથી ઘણા પ્રકારના પોષક તત્વો મળે છે અને સ્વાસ્થ્ય માટે સારૂ મનાય છે.
ખાવાની રીત
જાપાની લોકો ખાય છે ત્યારે તેમનું સંપૂર્ણ ધ્યાન ખોરાક પર રહે છે. તે ખાવા સાથે બીજી કોઈ ક્રિયા કરતા નથી. ટીવી જોવું, મોબાઈલ કે પેપર વાંચવા જેવી પ્રવૃતિઓને તે ખાવાથી અલગ રાખે છે. જાપાની લોકો ચૉપસ્ટિક્સથી ધીમે ધીમે ખાય છે, જેથી ખોરાક પચવામાં કોઈ તકલીફ ન પડે.
હરવુ ફરવુ
જાપાનના લોકોને ખૂબ ચાલવું ગમે છે. તે માત્ર ફિટનેસ જ નહીં પરંતુ હૃદયની તંદુરસ્તી પણ સુધારે છે અને તણાવને દૂર કરવાનું કામ કરે છે. આનાથી લાંબા સમય સુધી યુવાન રહી શકાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
