પતિથી દિલ ભરાઈ જતાં પત્નીએ PUBG પર બનાવ્યો નવો બોયફ્રેન્ડ, પછી કર્યો આવો કાંડ
ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં PUBG ગેમને લગતી એક અજીબ ઘટના સામે આવી છે. અહીં એક પરિણીત મહિલા મોબાઈલમાં PUBG ગેમ રમતી રમતી એક યુવક સાથે પ્રેમમાં પડી ગઈ હતી.
મહારાજગંજ, 17 માર્ચ : ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં PUBG ગેમને લગતી એક અજીબ ઘટના સામે આવી છે. અહીં એક પરિણીત મહિલા મોબાઈલમાં PUBG ગેમ રમતી રમતી એક યુવક સાથે પ્રેમમાં પડી ગઈ હતી. PUBG પ્લેયરના પ્રેમમાં મહિલા એટલી પાગલ થઈ ગઈ હતી કે, તે તેના પતિને છોડીને બિહારમાં તેના પ્રેમીને મળવા પહોંચી ગઈ હતી. અહીં જ્યારે પતિને મહિલા ક્યાંય ન મળી તો તેણે પોલીસની મદદ લીધી હતી. પોલીસની મદદથી પત્ની તો મળી આવી, પરંતુ જ્યારે તેના ગુમ થયાની વાસ્તવિકતા સામે આવી ત્યારે બિચારા પતિના હોશ ઉડી ગયા હતા.

પરિણીત મહિલા PUBG પ્લેયરના પ્રેમમાં પડી
વાસ્તવમાં મહિલાને મોબાઈલમાં PUBG ગેમ રમવાનો શોખ હતો. તે ઘણા કલાકો સુધી ફોન પર PUBG રમતી હતી. આ દરમિયાન તેણે બિહારમાં રહેતા પબજીપ્લેયર પર પોતાનું દિલ હારી બેઠી હતી. તેમનો પ્રેમ એટલો બધો વધી ગયો કે, પરિણીત મહિલા તેના પતિને છોડીને પોતાના પબજી પ્લેયર પ્રેમીને મળવા બિહારપહોંચી ગઈ હતી. આ વાતની કોઈને પણ જાણ કર્યા વિના લગભગ 350 કિમીની મુસાફરી કરીને બિહાર પહોંચી ગઇ હતી.

પતિએ ગુમ થવાની નોંધાવી હતી ફરિયાદ
આ ઘટના મહારાજગંજ જિલ્લાના શ્યામદેરવા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. અહીં રહેતી એક પરિણીત મહિલા 3 માર્ચના રોજ તેના પબજી પ્લેયર પ્રેમીને મળવા બિહારપહોંચી હતી.
પત્ની ક્યાંય ન મળતાં પતિએ શ્યામદેરવા પોલીસ સ્ટેશન પહોંચી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પતિની ફરિયાદના આધારે પોલીસે પત્નીનીશોધખોળ શરૂ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે, મહિલા અવારનવાર મોબાઈલ પર PUBG ગેમ રમતી હતી.
આ દરમિયાન તે બિહારના મુઝફ્ફરપુરમાં રહેતાPUBG પ્લેયર સાથે વાત કરતી હતી. જેના આધારે પોલીસે તપાસ આગળ વધારી મહિલાને શોધીને તેને પતિને સોંપી હતી.

પોલીસે મહિલાને કબ્જે કરી પતિને સોંપી
પોલીસે જણાવ્યું કે, મહિલા ગુમ થયા બાદ પતિએ 4 માર્ચના રોજ ફરિયાદ નોંધાવી હતી. મહિલા ગુમ થયાનો કેસ નોંધાતા જ પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી.
તપાસમાં જાણવા મળ્યું કે મહિલાને PUBG રમવાની આદત હતી. આ દરમિયાન તેણે મુઝફ્ફરપુરના એક છોકરા સાથે વાત કરવાનું શરૂ કર્યું હતું. બંને વચ્ચેનીવાતચીત પ્રેમમાં ફેરવાઈ ગઈ અને મહિલા છોકરાને મળવા ઘરેથી ભાગી ગઈ હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
