કેમ નાગા બાવાઓ કપડાં નથી પહેરતા?
તમે અનેકવાર નાગા બાવાઓને કુંભના મેળામાં સ્થાન કરતા જોયા હશે. અને તે પણ જોયું હશે કે તે એક પણ કપડાં નથી પહેરતા. જે જોઇને મનમાં હંમેશા તે સવાલ ઊભો થાય જ છે કે તેઓ કેમ કપડાં નથી પહેરતા?
નાગાનો અર્થ જ થાય છે કપડાં વગરનો કે પછી તે વ્યક્તિ જેને કોઇની પણ પડી નથી હોતી. અને આ માટે જ તેમને નાગા બાવા કહેવાય છે કારણ કે તેમને કપડાં જેવી બાહ્ય મોહમાયાની બિલકુલ પડી નથી હોતી.
અને તે માટે જ તેમણે કપડાં છોડીને ભભૂતને ધારણ કરી હોય છે. વધુમાં આ બાબાઓ કઠોર સાધનાઓ કરતા હોય છે. ત્યારે નાગા સાધુઓ વિષે કેટલીક વધુ રોચક વાતો જાણો આ ફોટોસ્લાઇડરમાં...

પરિવાર
નાગા સાધુઓમાં માટે તેમનો સમુદાય જ તેમનો પરિવાર હોય છે. અને તે અન્ય કોઇ પણ વ્યક્તિની સાંસારિક સંબંધ નથી રાખતા.

ક્યાં રહે છે
આ સાધુઓ ઝૂંપડું બનાવીને સાધુનું જીવન વ્યતિત કરે છે. પણ તે લાંબા સમય સુધી કોઇ પણ જ્યારે નથી રહેતા.

ભોજન
તે દિક્ષામાં મળેલા તમામ પ્રકારના ભોજનનું ગ્રહણ કરે છે.

કપડા
નાગા સાધુઓનું માનવું છે કે કપડાં શરીરને ઢાંકે છે. તેની સુરક્ષા કરે છે. પણ નાગા બાવાઓના મતે શરીર નાસપ્રાય છે આત્મા અમર છે. માટે શરીરની ચિંતા કરવામાં તે નથી માનતા.

સાધના
નાગા સાધુઓને તેમના જીવનમાં અનેક સાધનાઓમાંથી પસાર થવું પડતું હોય છે. અને તે લાંબા સમય સુધી ધ્યાનમાં લીન રહે છે.

ઇતિહાસ
સૌથી પહેલા વેદ વ્યાસે સંગઠિતરૂપથી વનવાસી સંન્યાસી પરંપરા શરૂ કરી હતી. જે બાદ શુકદેવે ઋુષિ અને સંતોની પરંપરા શરૂ કરી હતી.

શંકરાચાર્ય
જે બાદ શંકરાચાર્યએ ચાર મઠ સ્થાપિત કરી દસનામી સંપ્રદાયનું ગઠન કર્યું. તે પછી અખાડા પરંપરા પણ શરૂ થઇ. ઇ.સ 547માં પહેલો અખોડા બન્યો જેનું નામ અખંડ આહ્વાન અખાડા હતું.

દિક્ષા
નાગા સાધુઓને સૌથી પહેલા બ્રહ્મચારી બનવાની શિક્ષા અપાય છે. જેમાં પાસ થયા બાદ તેમની મહાપુરુષ દિક્ષા થાય છે. તે બાદ તે પોતાનું યજ્ઞોપવીત અને પિંડદાન કરે છે જેને બિજવાન કહેવાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
