ચીનમાં યુવતીઓમાં લગ્ન વગર માં બનવાનો ટ્રેન્ડ કેમ વધી રહ્યો છે? જાણો શું છે કારણ?
દુનિયામાં ઝડપથી લોકોના વિચાર મોર્ડન થઈ રહ્યા છે. એક સમયે પાપ મનાતી વસ્તુઓ હવે લોકો સ્વીકારતા થયા છે. આવી જ એક વસ્તુ છે લગ્ન વગર માં બનવુ. હવે ચીનમાં ઝડપથી લગ્ન વગર માં બનવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે.
દુનિયામાં સિંગલ મધર ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે અને આ દરમિયાન ચીનમાં પણ આ ટ્રેન્ડ ઝડપ પકડી રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, હાલ ચીનમાં 19.2 મિલિયન મહિલાઓ સિંગલ મધર છે.

ચીનમાં ગોવિન યે નામની મહિલા સિંગલ મધર બનવા માંગતી હતી દેશના વર્તમાન કાયદાઓને કારણે તે તેમ કરી શકી નહીં. તેથી તે અમેરિકા અને રશિયા ગઈ અને IVFની મદદથી બે દીકરીઓને જન્મ આપ્યો.
આ મહિલાએ 2017માં પહેલા બાળકને જન્મ આપ્યો હતો, જ્યારે બીજા બાળકનો જન્મ હાલમાં જ થયો છે. ચીનમાં લગ્ન વિના માતા બનવા પાછળનું કારણ યોગ્ય જીવનસાથી ન મળવો અને જવાબદારીઓ માટે સમય ન મળવો એ પણ છે.
ચીનમાં ઘટતી વસ્તી અને યુવાનોને બાળકો ન રાખવા જેવા નિર્ણયોએ સ્થાનિક સરકારની ચિંતા વધારી છે. સિંગલ મધરનો ટ્રેન્ડ વધતા હવે ચીને ફણ નરમ વલણ અપનાવ્યું છે. ચીનના ઘણા રાજ્યો અને પ્રાંતોમાં હવે પહેલા લગ્ન કર્યા વિના માતા બનવા પર સજા અને દંડની જોગવાઈ હતી તેને હટાવી દેવાઈ છે.
ચીનના ચાર પ્રાંતોએ ગયા વર્ષે લગ્ન વગર જન્મેલા બાળકોની નોંધણીને મંજૂરી આપી હતી. જ્યારે દેશના બાકીના પ્રાંતો તેના પર વિચાર કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
