ચાંદા મામા જ કેમ કહેવાય છે? કાકા કે ફુવા કેમ નહીં? જાણો શું છે કારણ?
તમે બાળપણમાં અંધારી રાત્રે આકાશમાં ચમકતા ચંદ્રને ઘણી વખત ચાંદા મામા કરીને સંબોધ્યા હશે. બાળકોને ચાંદા મામા સાથે ખાસ લગાવ હોય છે. જો કે તમને એ ખબર નહીં હોય કે ચંદ્રને મામા કેમ કહેવાય છે?
તમે ક્યારેય એ વાત પર ધ્યાન ધ્યાન આપ્યું કે શા માટે દરેક વખતે ચંદ્રને મામા કહેવામાં આવે છે? કાકા કે ફુવા કેમ નહીં? આજે અમે તમને આની સાથે જોડાયેલી દંતકથા જણાવવા જઈ રહ્યા છીએ.

ચાંદા મામા બનવા પાછળ માત્ર વાર્તા નહીં પરંતુ ધાર્મિક, પૌરાણિક અને ભૌગોલિક કારણો પણ છે. ધાર્મિક ગ્રંથોમાં ચંદ્રને દેવી લક્ષ્મીનો ભાઈ માનવામાં આવે છે. આપણે બધા મા લક્ષ્મીને માતા કહીને સંબોધીએ છીએ અને આ સ્થિતિમાં સંબંધને જોઈએ તો ચાંદ સાથેનો આપણો સંબંધ મામા જેવો ગણાય. આ જ કારણથી ચાંદને મામા કહેવાય છે.
ભૌગોલિક કારણ વિશે વાત કરીએ તો તે પૃથ્વીની આસપાસ ફરે છે અને તે પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે. આ દૃષ્ટિકોણથી ભાઈ અને બહેનના સંબંધને જોઈએ તો ભાઈ પણ તેની બહેન આસપાસ રમતો રહે છે. આ સ્થિતિમાં ચંદ્રની પૃથ્વીની આસપાસ ફરવાની વૃત્તિ ભાઈ-બહેનના સંબંધ સાથે જોડીને ચંદ્રને મામા કહેવામાં આવે છે.
આપણામાંથી મોટાભાગના લોકોએ બાળપણમાં ચાંદા મામાની કવિતાઓ સાંભળી હશે. ખાસ કરીને જ્યારે બાળકો રડે ત્યારે માતા તેમને આ કવિતા સંભળાવે છે. આપણે શાળામાં પણ ચંદ્ર વિશેની ઘણી કવિતાઓ સાંભળીએ છીએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
