દારૂ પીતા પહેલા ગ્લાસ ટકરાવીને ચિયર્સ કેમ બોલાય છે? જાણો ક્યાંથી આમ કરવાની શરૂઆત થઈ?
તમે રિયલ લાઈફમાં અને ફિલ્મોમાં જોયુ હશે કે ડ્રિંક કરવા માટે સાથે બેઠેલા તમામ લોકો ગ્લાસને મોઢે લગાવતા પહેલા એકબીજાના ગ્લાસ સાથે ટકરાવે છે અને ચિયર્સ બોલીને પીવાની શરૂઆત કરે છે. શું તમે જાણો છો કે આવુ કેમ કરાય છે અને આ પરંપરા ક્યારથી શરૂ થઈ?
અહેવાલો અનુસાર, આ પરંપરા સાથે એક માન્યતા જોડાયેલી છે. પ્રાચીન સમયમાં યુરોપમાં મોટા ડિનર કે લંચમાં અને મિજબાનીઓમાં બિયરના ગ્લાસ ખખડવા સામાન્ય બાબત હતી. અહીં ગ્લાસ એટલા માટે ટકરાવવામાં આવતા હતા જેથી થોડુક ડ્રિંક બીજી વ્યક્તિના ગ્લાસમાં પડે. આવુ એટલા માટે કરવામાં આવતુ હતુ જેથી એ વિશ્વાસ આવે કે ગ્લામમાં કોઈ ઝેર ભેળવાયુ નથી.

આ એ સમય હતો જ્યારે મોટા યોદ્ધાઓ, અમીરો અને ગણિકાઓ સાંજે આનંદ કરવા સાથે પીવા માટે બેઠતા. ત્યારે દારૂના નશામાં ઝઘડાઓ અને તેમની વચ્ચે વ્યક્તિગત દુશ્મનાવટ સામાન્ય હતી. અહીંથી જ ગ્લાસ ટકરાવવાની અને પોતાનો દારૂ અન્ય ગ્લાસમાં ફેલાવવાની શરૂઆત થઈ. જો કે આ માત્ર માન્યતા છે. આ વાતના કોઈ લેખિત પુરાવા મળતા નથી.
આ સિવાય આમ કરવા પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ છે. માનવામાં આવે છે કે ગ્લાસના ખખડવાના અવાજથી પીવાના આનંદમાં વધુ વધારો થાય છે. આમ કરવાથી શરીરની સાંભળવાની ભાવના સક્રિય થઈ જાય છે.
માનવામાં આવે છે કે જ્યારે બધી ઇન્દ્રિયો સામેલ હોય ત્યારે દારૂનો શ્રેષ્ઠ આનંદ મળે છે. આ કારણોસર લોકો ચીયર્સ બોલે છે. જેથી તેમની તમામ ઇન્દ્રિયો સક્રિય બને છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
