Valentine'S Day : શું છે બ્લાઈન્ડ ડેટ? જો તમે પણ આવી ડેટ પર જઈ રહ્યા છો તો આ બાબતોનું ધ્યાન રાખો
બ્લાઈન્ડ ડેટમાં તમને ખબર નથી હોતી કે તમારો પાર્ટનર કોણ છે. ન તો તમે તેને પહેલા જોયો છે અને ન તો તમે ઓળખો છો. આવી ડેટ પરિવાર, મિત્રો અથવા ઈન્ટરનેટથી ગોઠવાય છે.
સામાન્ય રીતે છોકરો અને છોકરી એકબીજા વિશે જાણીને ડેટ પર જાય છે. કપલ રોમાન્સની શરૂઆત કરતા પહેલા સામાન્ય પરીચયમાં આવે છે ત્યારબાદ એકબીજાને ડેટ કરવાનું નક્કી કરે છે. જો કે આ સામાન્ય ડેટ કરતા તદ્દન વિરૂદ્ધ અત્યારે એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ બ્લાઈન્ડ ડેટ વિશે ઘણા લોકોને ખબર પણ નથી.

બ્લાઈન્ડ ડેટ શું છે?
બ્લાઈન્ડ ડેટનો મતબલ જ તેના નામમાં છુપાયેલો છે. આવી ડેટમાં કપલમાં એકેયને તેના પાર્ટનર વિશે ખબર હોતી નથી. આવી ડેટમાં તમને ખબર નથી હોતી કે તમારો પાર્ટનર કોણ છે. ન તો તમે તેને પહેલા જોયો છે અને ન તો તમે ઓળખો છો. આવી ડેટ પરિવાર, મિત્રો અથવા ઈન્ટરનેટથી ગોઠવાય છે. આવી ડેટ કરતા પહેલા તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવુ જરૂરી છે.

ડેટ પર જતા પહેલા ગભરાઓ નહીં
બ્લાઈન્ડ ડેટ પર જતા પહેલા તમારે ગભરાવાની જરૂર નથી. બ્લાઈન્ડ ડેટ પહેલા મનમાં ખોટા વિચાર લાવવાનું બંધ કરો. પોઝિટીવ ફિલિંગ સાથે ડેટ પર જાઓ છો તો તમને પરિસ્થિતિને હેન્ડલ કરવામાં સરળતા રહેશે. સકારાત્મક વલણને તમારી ડેટને તમારી કંપની પસંદ આવશે. આવી ડેટ સફળ થવાની સંભાવના વધી જાય છે.

ડેટ પહેલા ફોન પર વાત કરો
તમે પહેલીવાર મળવા જઈ રહ્યા છો તો પણ ડેટ પહેલા એક વખત ફોન પર વાત કરો. એક-બે વખત વાત કરીને તમે સામેની વ્યક્તિને સમજી શકે છે. આનાથી મુલાકાત સરળ રહેશે. આનાથી તમે ચિટિંગથી પણ બચી જશો.

પુર્વાગ્રહથી દુર રહો
જો તમે કોઈ વ્યક્તિે પહેલી વખત મળો છો તો તમારે તેના વિશે કોઈપણ પ્રકારના પુર્વગ્રહથી દુર હોય તે ખુબ જ જરૂરી છે. મનની ખોટી ધારણાઓથી તમને આગળ વધવામાં સમસ્યાઓ થશે. વ્યક્તિ વિશે ધારણાઓ કરવાથી તમને ક્યારેક અસંતોશ પણ થઈ શકે છે. એટલા માટે આલી ડેટ પહેલા ફ્રી થઈને મળો.

સમયનું ધ્યાન રાખો
બ્લાઈન્ડ ડેટ હોય કે સામાન્ય ડેટ છોકરીઓને રાહ જોવી પસંદ હોતી નથી. તમે ડેટ પર જાઓ ત્યારે સમયનું ખાસ ધ્યાન રાખો. સમયસર પહોંચવાથી તમારી સારી છાપ પડશે. આનાથી તમારી ગંભીરતાનો ખ્યાલ આવશે.

તમારા વિશે સાચુ બોલો
રિલેશનમાં ઈમાનદારી સૌથી અગત્યની વસ્તુ છે. તમે જેને મળો છો તેને તમારા વિશે સાચી માહિતી આપો. ખોટુ બોલીને શરૂ થયેલો સંબંધ લાંબો સમય ટકશે નહીં. બ્લાઈન્ડ ડેટમાં તમે તમારા તમારા વિશે સત્ય કહો. નાનકડું જૂઠ ભવિષ્યમાં તમારા સંબંધોમાં ખટાશ લાવી શકે છે.

દારૂથી દુર રહો
બ્લાઈન્ડ ડેટ હોય કે નોર્મલ ડેટ, તમારે દારૂથી દુર રહેવુ જોઈએ. આજકાલ દારૂ સામાન્ય બની ગયો છે ત્યારે તમારે પરંપરાગત શિષ્ટાચારનું પાલન કરતા દારૂ ટાળવો જોઈએ. છોકરીઓને શિષ્ટાચાર અને એટિકેટ્સ અને મેનર્ડ છોકરાઓ પસંદ આવે છે. તમે જેટલા વધુ વ્યવસ્થિત હશો એટલા સામેની વ્યક્તિને પસંદ આવશો.

ગુસ્સો ન કરો
ડેટ દરમિયાન ઘણી વખત એવી પરિસ્થિતિ બને છે કે, સામેની વ્યક્તિ તમારી વાત સાથે સહમત નથી થતી. આ સ્થિતિમાં તમારે ધીરજથી તેની વાત સાંભળવી જોઈએ અને ગુસ્સો કરવાથી બચવુ જોઈએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
