એવુ તો શું થયુ કે એક મેયરે મગર સાથે લગ્ન કર્યા, જાણો શું છે પુરી ઘટના?
વિચિત્રતાથી ભરેલી આ દુનિયામાં રોજ ઘણી એવી ઘટનાઓ ઘટે છે સાંભળીને તમને આશ્ચર્ય થાય. હાલમા સોશિયલ મીડિયા પર આવા જ એક સમાચાર વાયરલ થયા હતા. આ ઘટનામાં એક મેયરે મગર સાથે લગ્ન કર્યા છે. આમ કરવા પાછળ ચૌકાવનારૂ કારણ છે.
મગર સાથે લગ્ન કરનારા મેક્સિકોના આ વ્યક્તિ કોઈ સામાન્ય માણસ નથી પરંતુ દક્ષિણ મેક્સિકોના સેન પેડ્રો હુઆમેલુલા શહેરના મેયર વિક્ટર હ્યુગો સોસા છે. તેમણે હાલમાં જ માદા મગર સાથે લગ્ન કર્યા છે.

જણાવી દઈએ કે, મેક્સિકોની એક પરંપરા અનુસારમાદા મગર સાથે રાજકુમારી જેવો વ્યવહાર કરવામાં આવે છે. આ પરંપરાગત લગ્ન સમારોહ છેલ્લા 230 વર્ષથી ચોંટલ અને હુઆવે જેવા સ્થાનિક જૂથો વચ્ચે શાંતિના પ્રતિક તરીકે યોજવામાં આવે છે. આ પરંપરા અનુસાર, સાન પેડ્રો હુઆમેલુલાના મેયર ચોંટાલના રાજાનું પ્રતીક મનાય છે. આ જ કારણ છે કે તેમને માદા મગર સાથે લગ્ન કર્યા છે.
સમૃદ્ધિના પ્રતીક આ લગ્નમાં મેયરે તેની મગર દુલ્હનને કિસ પણ કરીને ડાન્સ કર્યો. લગ્ન બાદ મેયરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ કે, હું જવાબદારી સ્વીકારું છું કારણ કે અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ. આ જ મહત્વનું છે. તમે પ્રેમ વિના લગ્ન કરી શકો નહીં. હું રાજકુમારી સાથે લગ્ન કરવા તૈયાર છું.
ચોંટલ અને હુઆવે સમુદાયોમાં માન્યતા છે કે, આ લગ્નથી પૃથ્વી સાથે જોડાવા, વરસાદ, સારી લણણી અને સંવાદિતા માટે પ્રાર્થના કરાય છે. માનવામાં આવે છે કે આમ કરવાથી સમુદાયના લોકોનું જીવન સુખી અને સમૃદ્ધ બને છે. લગ્ન પ્રસંગે માદા મગરમચ્છને પણ ખાસ શણગારવામાં આવે છે.
હુઆમેલુલા શહેરના ટાઉનહોલમાં આયોજિત આ વિશેષ લગ્ન સમારોહમાં લોકો જોરદાર ઉજવણી કરે છે. આ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
