Viral News : યુવકે દિપડા સાથે બાથ ભીડી, બાઇક સાથે બાંધી કર્યું આવું કામ
Viral News : જંગલી જાનવર સામે આવી જાય તો સારા સારાનો પરસેવો છુટી જાય છે. આવામાં ઘણા લોકો એવા હોય છે, જે પરિસ્થિતિથી ડરીને ભાગતા નથી, પણ નીડર બની આફતનો સામનો કરી બચી નીકળે છે.
આવામાં જો તમને એવું કહેવામાં આવે કે, એક વ્યક્તિએ દીપડા સાથે બાથ ભીડી તેને બાંધી દીધો? તો ચોક્કસથી તમને વિશ્વાસ નહીં થાય. આ ઘટના સાચી છે અને કર્ણાટકમાં બની છે.

વેણુ ગોપાલ ઉર્ફે મુથુ નામનો વ્યક્તિ, કર્ણાટકના હાસન જિલ્લાના ગાંડાસી તાલુકાના બગીવાલુ ગામનો વતની છે. વેણુ ગોપાલ દીપડા સાથે લડ્યો હતો. આ દીપડો તેના ખેતરમાં આવીને તેના પર હુમલો કર્યો હતો.
મળતા અહેવાલ મુજબ આજે સવારે તેણે બહાદુરીથી લડીને દીપડાને પકડી લીધો અને તેને કેબલ વાયરથી બાંધીને બાઇક પર લઈ જઈ જીવિત હાલતમાં સ્થાનિક વન અધિકારીઓને સોંપ્યો હતો.
વેણુ ગોપાલે દીપડાને ખેતરમાં પકડી લીધો હતો, જે બાદ તેને પોતાની બાઇક સાથે બાંધીને લઇ ગયો હતો. તેમણે વન વિભાગના અધિકારીઓને સોંપી દીધો હતો. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
ભીષણ લડાઈમાં ઘાયલ થયેલા દીપડાને વન વિભાગના કર્મચારીઓએ પ્રાથમિક સારવાર આપી હતી. જે બાદ આ દીપડાને મૈસુર ઝૂમાં ખસેડવામાં આવ્યો હોવાની મહિતી મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે, હસન જિલ્લામાં દીપડાઓની સંખ્યા વધુ છે. આ જિલ્લો પશ્ચિમ ઘાટની નજીક આવેલો છે. પશ્ચિમ ઘાટના ગાઢ જંગલોમાં ફરતા જંગલી પ્રાણીઓ અવારનવાર ગામડાઓમાં આવતા રહે છે. હાથી, દીપડા અને રીંછ વારંવાર ખેતરોમાં પાકને નુકસાન કરતા જોવા મળે છે. એવા ઘણા કિસ્સા છે, જ્યાં સ્થાનિકોએ વન વિભાગને તેમની પાસેથી બચાવવા માટે અપીલ કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
