હોટેલમાં પ્રાઈવેટ પાર્ટ પર કરડી ગયો વીંછી, પત્ની બોલી હવે તો...
Viral news in gujarati: જીવનમાં ક્યારે, કેવી રીતે અને કોના પર મુસીબત આવી પડે તે કહી શકાતું નથી. આવો જ એક ભયાનક કિસ્સો અમેરિકામાંથી સામે આવ્યો છે, જ્યાં એક ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયેલા વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટને વીંછીએ ડંખ માર્યો હતો.
જેના કારણે તેનું લગ્નજીવન બરબાદ થઈ ગયું હતું. આવી સ્થિતિમાં આ કમનસીબ વ્યક્તિએ હોટલ સામે કેસ દાખલ કર્યો છે. આ વ્યક્તિનું નામ માઈકલ ફાર્ચી છે.
માઈકલનો આરોપ છે કે, ડિસેમ્બર 2023માં તે અમેરિકાના લાસ વેગાસમાં હોટેલ વેનેશિયન રિસોર્ટ, લાસ વેગાસમાં રોકાયો હતો. અચાનક તેના પ્રાઈવેટ પાર્ટમાં દુખાવો થવા લાગ્યો.
જેના કારણે તે ઊંઘમાંથી જાગી ગયો. જ્યારે તેની નજર ત્યાં હાજર વીંછી પર પડી તો તેણે જોયું કે, તે તેના પ્રાઈવેટ પાર્ટ પર સતત ડંખ મારતો હતો.
દાખલ કરવામાં આવેલા કેસમાં, માઇકલે જણાવ્યું હતું કે, તેણે હાથ અને જંઘામૂળના વિસ્તારમાં ઘણા વધારાના ડંખ અનુભવ્યા હતા.
અમેરિકન મીડિયા રિપોર્ટ અનુસાર, 62 વર્ષીય માઈકલે દાવો કર્યો હતો કે, લાસ વેગાસની લક્ઝરી હોટલ ધ વેનેટીયન રિસોર્ટ રૂમને જંતુઓ અને કીડાઓથી મુક્ત કરવામાં તેની ફરજમાં નિષ્ફળ ગઈ છે.
ફાર્ચીએ દાવો કર્યો છે કે, પલાઝો ટાવર ખાતેની ઘટના પછી તે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર અને ભાવનાત્મક આઘાતથી પીડાય છે.

ફાર્ચીની પત્નીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે, તેના પ્રાઈવેટ પાર્ટ પર વીંછીના ડંખને કારણે તેનું લગ્નજીવન પણ પ્રભાવિત થયું છે.
આવા સમયે, વકીલનું કહેવું છે કે, આ કેસમાં ફરચીએ આરોપ લગાવ્યો છે કે વીંછીના ડંખને કારણે શારીરિક સંબંધોમાં સમસ્યાઓ આવી છે.
મુકદ્દમામાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કોઈપણ ગ્રાહકને સ્વચ્છ, સલામત અને આરોગ્યપ્રદ રૂમ પ્રદાન કરવાની હોટેલની ફરજ છે, જે જંતુઓ, બેડબગ્સ, વીંછી વગેરેથી મુક્ત હોય, પરંતુ હોટેલ આમ કરવામાં નિષ્ફળ રહી.
આ કેસના વકીલ બ્રાયન વિરાગે કહ્યું, વિંછી ત્યાં કેવી રીતે પહોંચ્યો તેનાથી કોઈ ફરક પડતો નથી. મને લાગે છે કે, હોટલને કથિત રીતે ઝેરી, ઘાતક વીંછી વિશે અગાઉથી જાણકારી હતી.
વિરાગે, જેને માય બેડ બગ લોયર તરીકે પણ ઓળખવામાં આવે છે, તેણે વધુમાં કહ્યું, સત્ય એ છે કે વીંછી ત્યાં હાજર હતો, અને હોટેલ સ્ટાફને પણ તેના વિશે ખબર હતી. અમારી સમજણ મુજબ, જ્યારે આ ઘટના બની ત્યારે બાંધકામનું કામ ચાલી રહ્યું હતું.
આવા સમયે, જ્યારે ફરચીએ મેડિકલ ઘટનાના અહેવાલમાં હોટલના સ્ટાફને કહ્યું કે, તેના પ્રાઈવેટ પાર્ટ પર એક વીંછીએ તેને ડંખ માર્યો છે, તો સ્ટાફે તેની મજાક ઉડાવવાનું શરૂ કર્યું હતું.
દાખલ કરાયેલા કેસની વિગતો મુજબ, વીંછીના ડંખ પછી, તેને સમરલિન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેને પેઇનકિલર્સ આપવામાં આવી અને સારવાર કરવામાં આવી, ત્યારે જ તેણે રાહત અનુભવી હતી.
તેની સારવાર UCLA મેડિકલ સેન્ટરમાં પણ કરવામાં આવી હતી, જ્યાં અહેવાલ મુજબ પુષ્ટિ કરવામાં આવી હતી કે, ફાર્ચીને તેના પ્રાઈવેટ પાર્ટમાં શારીરિક ઈજાઓ અને ઉત્થાનની સમસ્યા છે.
ફાર્ચીએ જણાવ્યું હતું કે, આ ઘટનાએ મારા પરિવાર, મારા કામ, દરેક વસ્તુને ખૂબ અસર કરી છે. તેથી, તેણે કોર્ટનો સંપર્ક કર્યો છે જેથી તેને ભાવિ સારવાર ખર્ચ, માનસિક તાણ, પીડા અને વેદના તેમજ જીવનના આનંદની ખોટ માટે વળતરનું મૂલ્યાંકન કરવામાં આવે અને તેને ન્યાય મળી શકે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
