Video : નાગપુર મેટ્રોમાં ચાલુ ટ્રેને જ શરૂ થયો ફેશન શો, કેટ વોક કરતો વીડિયો વાયરલ
આ દિવસોમાં ભારતના વિવિધ શહેરોમાં ચાલતી મેટ્રો ટ્રેનની ખુબ ચર્ચા થઈ રહી છે. હાલમાં જ દિલ્હી મેટ્રોના એક પછી એક વીડિયો વાયરલ થયા બાદ હવે નાગપુર મેટ્રોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે.
તમને કોઈ કહે કે ચાલુ મેટ્રોમાં ફેશન શો યોજાયો તો તમે સાચુ માનશો? જો કે તમે માનો કે ન માનો પણ આ હકિકત છે. નાગપુર મેટ્રો ટ્રેનમાં હાલમાં જ ચાલુ ટ્રેને એક ફેશન શો યોજાઈ ગયો. જો કે આ કોઈ આયોજન નહોતુ.

28 ઓગસ્ટના આ ઘટનામાં અચાનક કેટલીક મોડલે દિલ્હી મેટ્રોમાં કેટ વોક કરવાનું શરૂ કરી દીધુ. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ ખુબ તાળીઓ પાડી. થોડીવાર તો લોકોને કંઈ ન સમજાયુ પરંતુ ત્યારબાદ લોકો પણ આનંદ લેવા લાગ્યા.
હકિકતમાં આ આ ફેશન શોમાં પહેરવામાંઆ વેલા આઉટફિટ્સ ફેશન ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ ડિઝાઇન કર્યા હતા. જણાવી દઈએ કે, નાગપુર મેટ્રોની એક સ્કીમ છે, જેનું નામ છે સેલિબ્રેશન ઓન વ્હીલ્સ. આમાં વિવિધ સંસ્થાઓ, જૂથો અને વ્યક્તિઓને ફી વસુલીને આવા કાર્યક્રમોનું આયોજન કરવાની છૂટ અપાય છે.
આ વીડિયો ટ્વિટર પર પોસ્ટ કરતા તેની સાથે કેપ્શન લખ્યુ છે કે, નાગપુરમાં મૂવિંગ મેટ્રોમાં ફેશન શો, કેટવોક માટે મેટ્રો કોચ બન્યો રેમ્પ, બાળકોથી લઈને વડીલોને કેટવોક કરતા જોઈને મુસાફરો ચોંક્યા.
नागपुर में चलती मेट्रो में फैशन शो,मेट्रो के डब्बे बने कैटवॉक के लिए रैंप,बच्चे से लेकर बड़ो को कैटवॉक करता देख, यात्री हो गए दंग,. नागपुर मेट्रो " सेलिब्रेशन ऑन व्हील" नाम से एक योजना चलाती है pic.twitter.com/Bd9thFUTJU
— Yogendraindiatv (@indiatvyogendra) August 28, 2023
તમને જણાવી દઈએ કે, મેટ્રો સાથે જોડાયેલા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. મેટ્રોમાં અત્યાર સુધી લોકો અજીબોગરીબ કામો કરતા જોવા મળ્યા છે. મેટ્રો તરફથી માર્ગદર્શિકા જારી કરીને લોકોને નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવે છે. આમ છતાં લોકો તેમની હરકતોથી બચતા નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
