બહુ જલ્દી ધરતી પરથી ગાયબ થઈ જશે આ જનજાતિઓ, હવે બચ્યા છે ગણતરીના સભ્યો
આ દુનિયા વિવિધતાથી ભરેલી છે. માણસ અને પશુપક્ષીઓમાં પણ મોટી વિવિધતા જોવા મળે છે. આ જ કારણ છે કે દુનિયાના વિવિધ ભાગોમાં માણસની વિવિધ જનજાતિઓ વસવાટ કરે છે. જો કે માણસે પોતાની લાલચથી દુનિયાના અસ્તિત્વને ખતરામાં મુકી છે.
માણસના પોતાના લાલચી કામોથી આજે દુનિયામાં ઘણી એવી જનજાતિઓ છે જે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહી છે. આજે આપણે દુનિયામાં ખતમ થવા જઈ રહેલી જનજાતિઓ વિશે વાત કરવાના છીએ.

આકુંત્સુ
આકુંત્સુ જનજાતિ બ્રાઝિલમાં જોવા મળે છે. અહેવાલો અનુસાર, ઉત્તર-પશ્ચિમ બ્રાઝિલમાં રહેતી આ જનજાતિમાં માત્ર 4 લોકો જ બચ્યા છે. 1980 સુધી તેમની સંખ્યા ઘણી વધારે હતી પરંતુ 1990 ના દાયકામાં જંગલો કાપવાનું શરૂ થયુ અને આ જનજાતિના લોકોની હત્યાઓ કરાઈ. આ જ કારણ છે કે આજે તે લુપ્ત થવાના આરે છે.
જારવા જનજાતિ
ભારતના આંદમાન ટાપુઓ પર જોવા મળતી જારવા જનજાતિનો દુનિયા સાથે કોઈ સંપર્ક નથી. હજુ પણ આદીકાળની રીતે જીવતી આ પ્રજાતિના માત્ર 400 લોકો બચ્યા છે. આ લોકો દરિયાઈ તોફાનો સાથે ધીરે ધીરે ખતમ થઈ રહ્યા છે.
લિવોનિયન્સ જનજાતિ
લિવોનિયન્સ જનજાતિ લૈટવિયામાં જોવા મળે છે. માછીમારી કરતી આ જનજાતિ અહીં 4000 વર્ષથી વસે છે. તેમના ગામોનો નાશ કરાયા બાદ તેની વસ્તી 200 સુધી પહોંચી ગઈ છે.
નુકાક
કોલંબિયાની જનજાતિમાં હવે 400 સભ્યો જ બચ્યા છે. કોકોઆ ઉગાડનારા અને કોકેઈન વેચનારા વેપારીઓને કારણે આ જનજાતિ નાસ પામી રહી છે. જનજાતિ 1988માં પહેલીવાર બહારની દુનિયાના સંપર્કમાં આવી હતી અને ત્યારથી અત્યાર સુધીમાં 50 ટકા લોકો મૃત્યુ પામ્યા છે.
અલ મોલો
કેન્યાની અલ મોલો જનજાતિ પણ લુપ્ત થવાના આરે છે. આ જનજાતિના લગભગ 800 લોકો જ બચ્યા છે. આ લોકો ક્યાંથી આવ્યા તેના કોઈ પુરાવા નથી. તેઓ કેન્યામાં લેક ટુર્કાના પાસે રહે છે.
સાઓચ
કંબોડિયાની સાઓચ જનજાતિના માત્ર 110 લોકો જ બચ્ચા છે. આ જનજાતિના લોકોને તેમની પોતાની ભાષાને કારણે મોતને ઘાટ ઉતારી દેવાયા. હવે લુપ્ત થવાના આરે પહોચી ગયા છે.
બાટક
ફિલિપાઈન્સની બાટક જનજાતિ પણ લુપ્ત થવાના આરે પહોંચી ગઈ છે. આ જનજાતિના માત્ર 300 લોકો જ બચ્યા છે. તે ખેતી અને શિકાર કરીને પોતાનું પેટ ભરતા હતા પરંતુ તેમની સામેની હિંસા અને ખેતીની બદલાતી ખેતીની તકનીકોને કારણે તે લુપ્ત થઈ રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
