Trending News : બેસ્ટ છે આ નોકરી, ગેમ રમીને કરી શકો છો લાખોની કમાણી
Trending News : નોકરી કરવી કોઇને પસંદ નથી, દરેક વ્યક્તિ બિઝનેસ કરી મોટી કમાણી કરવા માંગે છે. આ સાથે ઘણા લોકો પોતાની મનપસંદ નોકરી મળી જાય તો તેમને કામ કરવાની મજા આવે છે.
આવામાં જો તમને ગેમ રમવાની નોકરી મળે અને એના માટે તમને મોટો પગાર મળે, તો તમારા માન્યામાં આવશે?

સાડા ત્રણ લાખ રૂપિયા હશે પગાર - આટલું જ નહીં, એક મહિના માટે નહીં, પરંતુ એક અઠવાડિયા માટે નોકરીમાં ગેમ રમવી પડશે, અને પગાર પણ લાખોમાં થશે. તમે સાચું વાંચી રહ્યા છો, મહિનાનું નહીં પણ અઠવાડિયાનો પગાર રૂપિયા સાડા ત્રણ લાખ હશે.
ઓફિસમાં 4 દિવસ ગેમ રમીને આવું છું - આ જોબમાં તમારે 4 દિવસ ઓફિસમાં આવીને ગેમ રમવાની હોય છે, અને આની ખાસ વાત એ છે કે, તમારે આખો દિવસ નહીં, પરંતુ માત્ર 4 કલાક ગેમ રમવાની છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, ગ્લોબલ ટોય એન્ડ એન્ટરટેઈનમેન્ટ કંપની મેટેલ તેના પ્રથમ ચીફ યુનો પ્લેયરની શોધમાં છે. આ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. તમારે યુનો ક્વાટ્રો રમવાનું છે, આ તમારું કામ હશે. આ ઉપરાંત આ રમતના નિયમો તેના ફેન્સને જણાવવા પડશે.
આ માટે કંપની તમને 4444 ડોલર ચૂકવશે. જે પણ ઉમેદવાર પસંદ થશે, તે ન્યૂયોર્કમાં પિયર 17 ઓફિસમાંથી કામ કરશે. જોકે, આ માટે યોગ્યતા પણ નક્કી કરવામાં આવી છે. જેમ કે વ્યક્તિ માટે મિલનસાર વર્તન હોવું જરૂરી છે.
આ દરમિયાન વ્યક્તિએ અજાણ્યા લોકોનો પણ સંપર્ક કરવો પડશે. તેમને ગેમ રમવા માટે બોલાવવાની સાથે આ ગેમના નિયમો પણ જણાવવાના રહેશે. જોકે, આ જાહેરાતને રિલીઝ થયાને ઘણો સમય થઈ ગયો છે, તેમ છતાં તેના માટે અરજી કરવાની લિંક હજૂ પણ ખુલ્લી છે.
🚨do you have what it takes to be our CHIEF UNO PLAYER?🚨 for more info, visit https://t.co/WKYksZ5Dv0 pic.twitter.com/N56DxIVXv9
— UNO (@realUNOgame) August 1, 2023












Click it and Unblock the Notifications
