Trending News : 10 મિનિટ સુધી કિસ કરતી રહી ગર્લફ્રેન્ડ, ફાટી ગયા બોયફ્રેન્ડના કાનના પડદા
Trending News : ચીનમાં એક ગર્લફ્રેન્ડે પોતાની બોયફ્રેન્ડને એટલી જોરથી કિસ કરી હતી કે, તેના કાનના પડદા ફાટી ગયા હતા. 10 મિનિટની કિસ કેટલી ખતરનાક સાબિત થઇ હતી, આ વાતનો અંદાજ લગાવી શકાય છે.
ઉલ્લેખનીય છે કે, ચીનમાં 22 ઓગસ્ટના રોજ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કપલ ચીનના પૂર્વ ઝેજિયાંગ પ્રાંતના સુંદર વેસ્ટ લેક પર ગયા, જ્યાં તેઓએ અટક્યા વિના 10 મિનિટ સુધી એકબીજાને ચુંબન કર્યું હતું.

ચીની મીડિયા હેંગઝોઉ ટીવીના અહેવાલ મુજબ, જ્યારે બંને ચુંબન કરી રહ્યા હતા, ત્યારે તે વ્યક્તિએ એક વિચિત્ર પરપોટાનો અવાજ સાંભળ્યો અને તેના ડાબા કાનમાં દુઃખાવો અનુભવ્યો હતો. ત્યારથી તેને બરાબર સંભળાવાનું બંધ થઇ ગયું હતું.
હોસ્પિટલ પહોંચ્યા, ડૉક્ટરની વાત સાંભળીને દંગ રહી ગયું દંપતી - દર્દ વધ્યા બાદ કપલ તરત જ હોસ્પિટલ પહોચ્યું, જ્યાં ડૉક્ટર્સને ખબર પડી કે વ્યક્તિના કાનના પડદામાં કાણું છે. હવે વ્યક્તિને સાજા થવામાં લગભગ 2 મહિનાનો સમય લાગશે.
મેડિકલ કહે છે કે, જો કપલ જોશથી કિસ કરે, તો કાનની અંદરના હવાના દબાણમાં ઝડપથી ફેરફાર થઈ શકે છે. આ ગર્લફ્રેન્ડ અથવા બોયફ્રેન્ડના ભારે શ્વાસ સાથે જોડાઈને, અસંતુલનનું કારણ બને છે, જે કાનમાં પંચર તરફ દોરી શકે છે, અહેવાલમાં જણાવાયું છે.
આ પહેલા પણ બની ચુકી છે આવી ઘટના - આ પહેલી ઘટના નથી, આ પહેલા ગયા મહિને દક્ષિણ ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાં એક કપલ ઘરે ટીવી જોતા આનો શિકાર બન્યું હતું. ચુંબન, લડાઈ, માર્ગ અકસ્માત, ડાઈવિંગ કરવાથી પણ કાનના પડદામાં કાણું પડી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
