Trending news : પુત્રના લગ્ન માટે બાંધ્યો મંડપ, વહુએ કરી લીધા સસરા સાથે લગ્ન
Trending news: લગ્ન પહેલા દુલ્હનને મંડપમાં છોડીને જ વર ભાગી ગયો હતો. જે બાદ તમામ લોકો હતપ્રત થઇ ગયા હતા. આ વચ્ચે ચોંકવનારી બાબત એ છે કે, આ પછી વરના પિતાએ પોતાની થનારી વહુ સાથે લગ્ન કરી લીધા હતા. આ ઘટના વિશે જાણીને લોકો અશ્ચર્ય ચકિત થઇ ગયા હતા.
દુલ્હન ભાગી જવાનો મામલો ઈન્ડોનેશિયાનો છે. અહીં એક યુગલ ખૂબ જ ધામધૂમથી લગ્ન કરવા જઈ રહ્યું હતું. મળતી માહિતી મુજબ બંને લાંબા સમયથી રિલેશનશિપમાં હતા.

લગ્નની તારીખ નક્કી કરવામાં આવી હતી અને તેની તૈયારીઓમાં લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ લગ્ન પહેલા જ વર તેની કન્યાને મંડપમાં મૂકીને ભાગી ગયો હતો.
આ સમાચાર પછી બધા ચિંતિત થઈ ગયા. ત્યાં હાજર લોકો અવાજ કરવા લાગ્યા, પરંતુ જે બાદ વરરાજાના પિતાએ કન્યા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, જેને બધાએ સ્વીકારી લીધો હતો.
ઓડિટી સેન્ટ્રલ ન્યૂઝ વેબસાઈટના સમાચાર અનુસાર, આ ઘટના ઈન્ડોનેશિયાના દક્ષિણ હલમહેરા સ્થિત જયકોટામો ગામમાં બની હતી. અહીં 29મી ઓગસ્ટના રોજ એક કપલના લગ્ન થવાના હતા, ત્યારે આ ઘટનાથી વરરાજા સ્તબ્ધ થઈ ગયા હતા. વરરાજાના ભાગી જવાથી બધાને આશ્ચર્ય થયું હતું. કારણ કે, આ કપલ લાંબા સમયથી રિલેશનશિપમાં હતું.
આવી સ્થિતિમાં વરરાજાની આ રીતે ભાગી જવું લોકો માટે ચોંકાવનારું હતું. જોકે થોડા સમય માટે તેની શોધખોળ કરવામાં આવી હતી, જ્યારે તે મળી આવ્યો ન હતો, ત્યારે બધાની સંમતિથી કન્યાના સસરાએ પોતાને લગ્ન માટે આગળ ધપાવ્યો હતો, અને બંનેના લગ્ન થઈ ગયા હતા.
રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ લગ્નની તૈયારીઓમાં ઘણા પૈસા ખર્ચવામાં આવ્યા હતા અને વરરાજાના ભાગી જવાથી બંને પરિવારોની બદનામી થઈ રહી હતી, જે બાદ છોકરાના પિતાએ તેની ભાવિ પુત્રવધૂ સાથે લગ્ન કરવાની ઓફર કરી હતી. જે યુવતીના પરિવારજનોએ સ્વીકારી હતી.












Click it and Unblock the Notifications
