દિવાનગી હોય તો આવી.. પ્રેમીને મળવા પ્રેમિકાએ આખા ગામની વીજળી ગુલ કરી દીધી, જાણો ક્યાંની છે ઘટના?
કહેવાય છે કે પ્રેમીઓમાં ગજબની હિંમત હોય છે અને પોતાના પ્રેમ માટે કોઈપણ હદ વટાવી જતા હોય છે. પ્રેમીઓને એ વાતથી કોઈ ફરક પડતો નથી કે દુનિયા શું વિચારશે? આ વાતને સાબિત કરતી એક ઘટના બિહારમાં સામે આવી છે.
અહેવાલો અનુસાર, બિહારની એક યુવતી પર પ્રેમનું એવુ જનુન ચડ્યુ કે તે દિવસો સુધી પોતાના પ્રેમીને મળવા ગામની વીજળી ગુલ કરતી રહી. પુરા ગામની વીજળી ગુલ કરીને તે પોતાના પ્રેમીને મળવા પહોંચી જતી.

જો કે આખરે એક દિવસ આ યુવતીનો ભાંડો ફુટ્યો અને હવે આ લવ સ્ટોરી ચર્ચાએ ચડી છે. અહેવાલો અનુસાર, વીજળી ગુલ કરનારી પ્રીતિ અને તેનો પ્રેમી રાજકુમાર બન્ને અલગ-અલગ ગામના છે. આ ઘટના બાદ બંને ગામ વચ્ચે તણાવ સર્જાયો છે.
સ્થાનિકો અનુસાર, અહીં લાંબા સમયથી વીજળી ગુલ થતી રહેતી હતી અને તેના કારણે લોકોને મોટી સમસ્યા થતી ગતી. એક સ્થાનિક અનુસાર, પ્રીતિ દરરોજ રાત્રે ગામની લાઇટ બંધ કરી દેતી હતી. આના કારણે સતત ફરિયાદો થતી રહેતી હતી.
આ ઘટનાને લઈને ગ્રામજનોએ ફરિયાદ પણ કરી હતી. આ પછી સ્થાનિકોએ ખુદ જ સમસ્યાનું સમાધાન શોધવાનું નક્કી કર્યુ. એક દરમિયાન એક દિવસ પ્રીતિ અને તેનો પ્રેમી રાજકુમાર રંગે હાથ ઝડપાઈ ગયા અને બન્નેનો ભાંડો ફુટી ગયો.
ભાંડો ફુટ્યા બાદ ગામના લોકોએ રાજકુમાર પર હુમલો પણ કર્યો. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ગામલોકો રાજકુમારને લાકડીઓથી માર્યો મારી રહ્યા છે. આ દરમિયાન પ્રીતિ પ્રેમીને છુટકારો આપવાના પ્રયાસ કરી રહી છે.
વીડિયોમાં સાંભળી શકાય છે કે કોઈ પ્રીતિને પૂછી રહ્યું છે કે આ કોણ છે? વિડિયો બનાવો. પ્રીતિ રાજકુમારને બચાવવાનો પ્રયાસ કરતી રહી. આટલા હંગામા પછી ગામલોકોએ રાજકુમારને પ્રીતિ સાથે લગ્ન કરવા કહ્યું. ત્યારબાદ બંનેએ ગામના મંદિરમાં લગ્ન પણ કરી લીધા. હવે આ વિચિત્ર કિસ્સો હેડલાઇન્સમાં છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો









Click it and Unblock the Notifications
