પૈસા કમાવાનો અજબ જુગાડ, અડધો બેડ ભાડે આપીને અધધ કમાણી કરી રહી છે આ મહિલા, જાણો કેવી રીતે?
આ દુનિયા વિચિત્ર લોકોથી ભરેલી છે. લોકો પોતાની વિચિત્ર લાઈફ સ્ટાઈલ અને જુગાડ માટે ચર્ચામાં આવતા રહે છે. આ દિવસોમાં આવી જ એક મહિલાની સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે.
અહેવાલો અનુસાર, આ મહિલા તેના અડધા બેડને ભાડે આપીને રૂપિયા કમાઈ રહી છે. સામાન્ય રીતે લોકો પોતાના પાર્ટનર કે બાળકોને જ બેડ પર સાથે સુવાની પરમિશન આપતા હોય છે ત્યારે આ મહિલા અજનબીઓ સાથે બેડ શેર કરે છે.

ડેઈલી સ્ટારના એક અહેવાલ અનુસાર, મોનિક જેરેમિયા નામની આ યુવતી તેના બેડના બીજા ખાલી ભાગનો રૂપિયા કમાવા માટે ઉપયોગ કરી રહી છે. યુવતીએ આ ખાલી ભાગ ભાડે આપે છે અને ત્યાં કોઈપણ આવીને સૂઈ શકે છે અને બદલામાં તેને પૈસા મળે છે. આ રીતે યુવતી પોતાની કમાણી લાખો રૂપિયા વધારી રહી છે.
મોનિક જેરેમિયાના આ અનોખા બિઝનેસ આઈડિયાની પુરી દુનિયામાં ચર્ચા છે. તેણે પોતાનો બેડ ભાડે આપવાનું શરૂ કર્યું છે. આ યુવતી બેડ શેરિંગના આ કોન્સેપ્ટથી દર મહિને 400 પાઉન્ડ એટલે કે લગભગ 42 હજાર રૂપિયા કમાઈ રહી છે. તે ફક્ત બેડનો એક ભાગ અને ઓશીકું આપે છે અને લોકો તેના પર સૂવે છે અને રૂપિયા આપે છે.
આ વિચાર જેટલો સરળ દેખાય છે તેટલો જ જોખમી પણ છે. હોટ બેડિંગ નામના આ બિઝનેસમાં યુવતી તેના ઘરના બેડનો ખાલી ભાગ શિફ્ટના આધારે ભાડે આપે છે. જો કે એ સ્પષ્ટ છે કે આમાં કોઈ રોમેન્ટિક એંગલ સામેલ નથી. પરંતુ જોખમ હંમેશા રહે છે. હાલમાં જ યુવતીના પૂર્વ બોયફ્રેન્ડે તેની પાસેથી બેડ ભાડે લીધો હતો.
આ યુવતી કહે છે કે, તમારે આમાં સિદ્ધાંતવાદી અને ખુલ્લા મનની જરૂર છે. ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડની રહેવાસી મોનિક અઠવાડિયાના 14,000 ભાડું વસૂલે છે. આ તેમને તેમના ખર્ચાઓને પહોંચી વળવામાં મદદ કરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
