આ દાદીએ છેલ્લા 50 વર્ષથી કંઈજ નથી ખાધુ, માત્ર પાણી અને ડ્રિંક પર જીવે છે
સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિને એકાદ-બે દિવસ ખાવાનું ન મળે તો શારિરીક કમજોરીનો સામનો કરવો પડે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે એક દાદીમાંએ છેલ્લા 50 વર્ષથી કંઈ પણ નથી ખાધુ.
મીડિયા રિપોર્ટ અનુસાર, આ મહિલા વિયેતનામની રહેવાસી છે અને આ તેમનો દાવો છે કે તેણે છેલ્લા 50 વર્ષથી ખાવાનું ખાધું નથી. તે માત્ર પાણી અને પીણાં પર જ જીવે છે. ક્વાંગ બિન્હ વિસ્તારમાં રહેતી આ મહિલાનું નામ બુ થી લોઈ છે.

મહિલાએ મીડિયાને જણાવ્યું કે, 1963માં જ્યારે તે યુદ્ધ દરમિયાન ઘાયલ સૈનિકોની સારવાર માટે એક પહાડી પર ચઢી રહી હતી ત્યારે તેના પર વીજળી પડી હતી. જે બાદ તે બેભાન થઈ ગઈ. પરંતુ જ્યારે તે ભાનમાં આવી ત્યારે તેનું જીવન બદલાઈ ગયું. હોશમાં આવ્યા પછી, તેણે ઘણા દિવસો સુધી કંઈ ખાધું નહોતું, જેના કારણે તેના પરિવારે તેને ઘણા દિવસો સુધી માત્ર પીણા જ આપ્યા હતું.
આ ઘટના પછી ઘણા વર્ષો સુધી તેણી મીઠા પીણાં સાથે માત્ર ફળ ખાતી રહી. આ પછી તેણે 1970 થી સોલિડ ફૂડ ખાવાનું બંધ કરી દીધું. હવે તેના રેફ્રિજરેટર અને ફ્રીઝરમાં પાણીની બોટલો અને સુગરવાળા સોફ્ટ ડ્રિંક્સનો ભરાવો જોવા મળે છે.
આ 75 વર્ષની મહિલાનું કહેવું છે કે ખાવાની ગંધથી તેને ઉબકા આવવા લાગે છે. જો કે તેણીએ છેલ્લા કેટલાક સમયથી તેના બાળકો માટે રસોઈ બનાવી છે અને તેના બાળકો મોટા થઈ ગયા છે.
ખાસ વાત એ છે કે ખોરાક ન ખાવાની તેની આદતને કારણે તે ક્યારેય પોતાના બાળકોને સ્તનપાન કરાવી શકી નથી અને તેને પેટ ભરવા માટે અન્ય લોકો પાસેથી દૂધ મંગાવવું પડતું.
સ્થાનિક તબીબોના મતે સુગર યુક્ત સોફ્ટ ડ્રિંક્સ વૃદ્ધ મહિલાના શરીરને એનર્જી આપે છે. જો કે, તેમનું એમ પણ કહેવું છે કે મીઠા પીણાંનું વધુ પડતું સેવન માનવ સ્વાસ્થ્ય માટે પણ જોખમી બની શકે છે. તેના વધુ પડતા સેવનથી સ્થૂળતા, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગ જેવી ખતરનાક બીમારીઓ થઈ શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
