આ ભયાનક સંકટ દુનિયામાં 1 અબજ લોકોના જીવ લેશે, જાણો આવનારા ખતરા વિશે તમામ બાબતો
આપણે જાણીએ છીએ કે માણસજાત તેની મહત્વકાંક્ષાઓ માટે દુનિયાને બરબાદ કરી રહ્યો છે. એક દિવસ હરીભરી રહેલી આ દુનિયા ધીરે ધીરે કચરાના ઢગલામાં ફેરવાઈ રહી છે. જાણકારોનું માનીએ તો માણસની આ મહત્વકાંક્ષા દુનિયાભરમાં 1 અબજ લોકોના મોતનું કારણ બનવા જઈ રહી છે.
ધીરે ધીરે દુનિયામાં ક્લાઈમેટ ચેન્જની ચર્ચાઓ શરૂ થઈ છે પરંતુ સ્થિતી જોવા એવુ લાગતુ નથી કે કોઈપણ દેશ તે બાબતે ગંભીર હોય. આ જ કારણ છે કે એક રિપોર્ટ 1 અબજ લોકોના મોતની ચેતવણી આપવામાં આવી છે.

એક અભ્યાસમાં સામે આવ્યું છે કે, ક્લાઈમેટ ચેન્જના કાણે આવનારી સદીમાં 1 અબજ લોકોના મોત થઈ શકે છે. આ અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, જો વૈશ્વિક તાપમાનમાં વધારો બે ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચશે તો ક્લાઈમેટ ચેન્જને કારણે એક અબજ લોકોના મોત થઈ શકે છે.
રિપોર્ટ અનુસાર, આવુ થવા પાછળ તેલ અને ગેસ ઉદ્યોગ 40 ટકાથી વધુ કાર્બન ઉત્સર્જન માટે જવાબદાર છે, જે કરોડો લોકોના જીવનને અસર કરી રહ્યો છે.
એનર્જીમાં પ્રકાશિત આ રિપોર્ટમાં કેટલીક ઉર્જા નીતિઓ અપનાવીને કાર્બન ઉત્સર્જન ઘટાડવા પર ભાર મુકાયો છે. આ માટે સરકારો અને કોર્પોરેટોએ તેના પર કામ કરવું પડશે.
ચીનની યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓન્ટારિયોના પ્રોફેસર જોશુઆ પીયર્સે કહ્યું કે, બાળકો અને ભાવિ પેઢીઓને આપણે જે નુકસાન પહોંચાડી રહ્યા છીએ તેના માટે આપણા પગલા જવાબદાર ગણી શકાય.
જણાવી દઈએ કે, વૈજ્ઞાનિકો સતત ક્લાઈમેટ ચેન્જને લઈને દુનિયાને ચેતવણી આપતા રહે છે. આ પહેલા પણ વૈજ્ઞાનિકો ગરમીને કારણે વધી રહેલા સમુદ્રના સ્તરને લઈને ચિંતા વ્યક્ત કરી ચુક્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
