3 લાખ રૂપિયે કિલો વેચાય છે આ દુર્લભ કેરી, જાણો શું છે ખાસિયત?
કેરી તમામ ફળોનો રાજા છે. સિઝન આવતા જ લોકો કેરી ખાવા માટે તલપાપડ જોવા મળે છે. દુનિયામાં વિવિધ પ્રકારની કેરીઓ જોવા મળે છે ત્યારે એક કેરી એવી પણ છે જે અધધ 3 લાખ રૂપિયે કિલો વેચાય છે.
સામાન્ય રીતે ભારતમાં 100 રૂપિયા આસપાસ કેરીઓ વેચાય છે. સારી ક્વોલિટીની કેરીઓ મોંધી તો ઉતરતી ક્વોલિટીની કેરી સસ્તી વેચાય છે. આજે જે કેરીની વાત આપણે કરી રહ્યા છીએ તે દુનિયામાં જોવા મળતી દુર્લભ કેરીઓમાંથી એક છે.

તાઇયો નો તામાગો નામે જાણીતી આ દુર્લભ જાતની કેરી માત્ર અમીરો જ ખાઈ શકે છે. જાપાનમાં પાકતી આ અતિ મોંધી કેરીની ખેતી હવે દુનિયાના અન્ય દેશોમાં પણ શરૂ થઈ છે. સામાન્ય રીતે આ કેરીના ભાવ 3600 ડોલર આસપાસ રહે છે. ભારતમાં આ રકત ત્રણ લાખ આસપાસ થાય.
આ મુદ્દે નિષ્ણાતો જણાવી રહ્યા છે કે, આ કેરીને એગ ઓફ ધ સનના નામે પણ ઓળખવામાં આવે છે. અગાઉ તે માત્ર જાપાનના મિયાઝાકી પ્રાંતમાં જોવા મળતી હતી. આ કેરીના ઝાડને સુરક્ષિત જગ્યાએ વાવવામાં આવે છે. તેમાં ઉનાળા અને શિયાળાની ઋતુ વચ્ચે કેરીઓ આવે છે.
આ કેરીને જાળીદાર કવરથી ઢાંકી દેવાય છે. જેના કારણે કેટલાક ભાગોને સૂર્યપ્રકાશ મળે છે અને જ્યારે કેટલાક ભાગોને નહીં. આનાથી તે રંગીન બની જાય છે. જ્યારે આ કેરી પાકે છે ત્યારે તે તૂટીને જાળીમાં પડી જાય છે. પછી તેને બજારમાં સારી કિંમતે વેચવામાં આવે છે.
આ કેરીની ખેતી સાવધાની સાથે થાય છે. ખેડૂતો તેને જાતે તોડતા નથી. પાકીને નીચે પડે પછી જ તેને વેચવામાં આવે છે. જો તોડવામાં આવે તો તેનો સ્વાદ ગુમાવી દે છે.
આ કેરી મીઠી અને ઓછી રેસાવાળી હોય છે. તેમાં અનાનસ અને નાળિયેર જેવો હળવો સ્વાદ જોવા મળે છે. આ કેરી ખૂબ જ દુર્લભ છે. 2017માં માત્ર બે કેરી 2.70 લાખમાં વેચાઈ હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
