આ વ્યક્તિએ ખરીદ્યો હતો દુનિયાનો પહેલો મોબાઈલ ફોન, ચુકવ્યા હતા અધધ આટલા રૂપિયા
આજે મોબાઈલ ફોન સામાન્ય જરૂરતની વસ્તુ બની ગઈ છે. આજે દરેક વ્યક્તિ પાસે પોતાના અંગત સ્માર્ટ ફોન હોય છે ત્યારે તમે જાણો છો કે દુનિયામાં પહેલો મોબાઈલ ફોન કોને ખરીદ્યો હતો અને કેટલામાં ખરીદ્યો હતો?
અહેવાલો અનુસાર, વિશ્વનો પ્રથમ મોબાઈલ ફોન મોટોરોલાના સંશોધક માર્ટિન કૂપરે 1973માં બનાવ્યો હતો. જો કે તે પ્રોટોટાઈપ ફોન હતો. આ પ્રોટોટાઈપ ફોનથી માર્ટિન કૂપરે 3 એપ્રિલ 1973ના રોજ તેના જોએલ એન્ગલને ફોન કર્યો હતો. આ સમયે તે બેલ લેબ્સમાં પ્રોટોટાઈપ મોબાઈલ ફોન પર કામ કરી રહ્યા હતા.

દુનિયામાં વેચાણ માટે મુકાયેલો પહેલો મોબાઈલ ફોન Motorola DynaTAC 8000X હતો, જેનું ઉત્પાદન Motorola દ્વારા કરવામાં આવ્યું હતું અને કંપનીના એન્જિનિયર માર્ટિન કૂપર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતો. આ મોબાઈલ ફોન 1983માં વેચાણ માટે મુકાયો ત્યારે આ ફોનની કિંમત 3995 ડોલર હતી અને તે સમયે તેને અમેરિકાના એક વ્યક્તિએ 4000 ડોલર એટલે કે 2 લાખ 68 હજાર રૂપિયામાં ખરીદ્યો હતો.
દુનિયાના સૌથી પહેલા ફોનનું વજન 1.1 કિલો હતું. આ મોબાઈલ ફોનની બેટરી 10 કલાકમાં ચાર્જ થતી હતી અને પછી તે લગભગ 1 કલાક ચાલતી હતી. ત્યારે આ મોબાઈલ ફોન બિઝનેસમેન લોકો માટે બનાવવામાં આવ્યો હતો. પછી ધીમે-ધીમે ટેક્નોલોજી એડવાન્સ થતાં નાના અને હળવા મોબાઈલ ફોન બજારમાં આવવા લાગ્યા. આ પછી કીપેડ ફોન લોકપ્રિય થયા અને પછી સ્માર્ટફોન્સે તેની જગ્યા લીધી.
વિશ્વનો પ્રથમ મોબાઈલ ફોન બનાવનાર માર્ટિન કૂપરનો જન્મ 26 ડિસેમ્બર 1928ના રોજ શિકાગોમાં થયો હતો. તેણે ઇલિનોઇસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી IITનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ તેમણે 1957માં માસ્ટર ડિગ્રી મેળવી અને 2004માં તેમને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી. માર્ટિન કૂપરની પત્નીનું નામ આર્લિન હેરિસ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
