આ છે દુનિયાનું સૌથી ખતરનાક એરપોર્ટ, લેન્ડિંગ કરતા કરતા હોશ ઉડી જશે
ભારતમાં ઘણી એવી રોમાંચક અને ભયાનક જગ્યાઓ આવેલી છે કે ત્યાં જતા જ ડર લાગે. જો કે કેટલાક લોકોને આવી જગ્યાઓ પર જવામાં રોમાંચ આવતો હોય છે. દુનિયામાં ઘણી એવી જગ્યાઓ પર એરપોર્ટ આવેલા છે કે તે એડવેન્ચરથી ઓછા નથી. આજે આવા જ એક એરપોર્ટની વાત આપણે કરવાના છીએ.
આપણે જે એરપોર્ટની વાત કરીએ છીએ તે એટલુ ભયાનક છે કે ત્યાં અકસ્માતો થતા રહે છે. હાલમાં જ પ્લેન અકસ્માતમાં અહીં 22 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં તમામ મુસાફરોના મોત થયા હતા અને વિમાન નેપાળમાં અચાનક ગાયબ થઈ ગયુ. ત્યારબાદ કાટમાળ મળી આવ્યો.

નેપાળનું લુકલા એરપોર્ટ વિશ્વના સૌથી ખતરનાક એરપોર્ટમાં સામેલ છે. આ એરપોર્ટ નેપાળનું જ નહીં પરંતુ વિશ્વનું સૌથી ખતરનાક એરપોર્ટ મનાય છે. લુક્લા એરપોર્ટ નેપાળના હિમાલય નજીક લગભગ 10 હજાર ફૂટની ઉંચાઈએ આવેલું છે.
આ એરપોર્ટ ડરામણું અને ખતરનાક માનવામાં આવે છે અને તેને તેનઝિંગ હિલેરી એરપોર્ટથી પણ ઓળખવામાં આવે છે અને અહીં તમે સીધા હિમાલય પર લેન્ડ કરી શકો છો.
ખતરનાક ટેકરીઓ વચ્ચે બનેલા આ એરપોર્ટ પર પ્રવાસીઓની ભીડ જોવા મળે છે. જ્યારે પણ પ્લેન અહીં લેન્ડ થાય છે ત્યારે તે સૌથી ડરામણો અનુભવ હોય છે. ઘણી વખત અહીં ખરાબ હવામાનને કારણે પ્લેનનું રડાર કામ કરતું નથી. પાયલોટે અનુમાન લગાવીને પ્લેનનું લેન્ડિંગ કરવુ પડે છે.
આ એરપોર્ટનો રનવે એટલો નાનો છે કે થોડી બેદરકારી પણ અકસ્માત સર્જે છે. એરપોર્ટ ટ્રેકની પહોળાઈ 65 ફૂટ છે. આટલું જોખમી હોવા છતાં પ્લેન થોડા કલાકોમાં લેન્ડ થયા કરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
