ડર કે આગે જીત હૈ કારણ કે આ ભૂત નહીં ટેકનોલોજી છે
ભૂત પ્રેતની 1000 ફોટોમાંથી તમને બહુ મુશ્કેલીથી ભૂતની એક સાચી તસવીર જોવા મળશે. ઇન્ટરનેટ પર હંમેશા ભૂત પ્રેતની અનેક તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થતી જ રહેતી હોય છે. પણ શું તમને ખબર છે કે આજની ટેકનોલોજીની જમાનામાં ભૂત પ્રેતની તસવીરો બનાવવી છે ખૂબ જ સરળ. આવી તસવીરો જે તમને ખોફનાક લાગે છે તે ફોટોશોપનો કમાલ પણ હોઇ શકે છે.
જો કે તે વાત તો પાક્કી છે કે ભૂત પ્રેતની આ તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થતા જ પોપ્યુલર થઇ જાય છે. અને લોકો તે જાણી નથી શકતા કે ખરેખરમાં આ કોઇ ભૂતની તસવીર છે કે પછી કોઇ ખોટી, ટેકનોલોજી વાળી તસવીર.
ત્યારે આજે અમે તમને કેટલીક ફેમસ ભૂતની તસવીરો બતાવાના છીએ. જે ભૂતિયા તસવીરો તરીકે ફેમસ તો થઇ હતી પણ ખરેખરમાં તે હતી ટેકનોલોજીનો કમાલ સાથે જ અમે તમને જણાવીશુ કે તે ભૂતિયા તસવીર કંઇ ટ્રીકનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હતી. તો વાંચો આ ફોટોસ્લાઇડર...

ભૂત પ્રેત
આ ફોટામાં જે કાળી આકૃતિ દેખાય છે તે કોઇ ભૂતપ્રેત નથી પણ ડબલ એક્લપોઝર નામની કેમેરા ટેકનોલોજીનો કમાલ છે.

ભૂત પ્રેત
કબ્રસ્તાનમાં આ બ્લેક શોડો જોઇને લાગે છે કે જાણે ખરેખરમાં કોઇ કાળો સાયો કે પડછાયો હોય પણ તે લોંગ એક્સપોઝર નામની ટેકનોલોજીનો કમાલ છે.

કેમેરા સ્ટ્રેપ
તમને લાગે છે આ શું દેખાય છે કાળા રંગનું પણ તે કેમરાનો જ સ્ટ્રેપ છે જે સામે આવી ગયો છે જેના લીધે આવી તસવીર દેખાય છે.

ફિલ્મ એક્સપાયર
આ તસવીર જોઇને જો તમને થતું હોય કે આ કોઇ એલિયનની તસવીર છે તો જણાવી દઉ કે આ ત્રણ બિંદુ બતાવે છે કે આ ફિલ્મ એક્સપાયર થઇ ચૂકી છે.

એડિટ
આ ફોટોની નેગેટિવમાં આ ફોટોમાં દેખાતી લાલ રંગની ચમકલી વસ્તુ નથી દેખાતી જે બતાવે છે કે આ ફોટોને એડિટ કરવામાં આવ્યો છે.

લાઇટ
આ ચિત્રમાં પાછળ પિલરની પાસે એક કાળો પડછાયો બેઠેલો દેખાય છે જે લાઇટના કારણે તેવો દેખાય છે.

ઓર્બસ
આ બીજી કંઇ નહીં પણ ઓર્બસ છે. ધણીવાર ઓછી લાઇટમાં કેમેરાના ફલેશમાં કે પછી વરસાદમાં પણ ફોટો પાડતી વખતે આવી પ્રકારના ફોટા પડે છે.

બગ્સ
જો તમે આ ફોટોને કોઇ અતરિક્ષ કે એલિયન ફોટો સમજતા હોવ તો જણાવી દઉં કે આ ખાલી જીવડા છે.

ફોટોશોપ
આ ડરામણી તસવીર જોઇને ભલે ભલ ભલા ડરી જાય પણ તે ખરેખરમાં ફોટોશોપનો કમાલ છે.

ડબલ એક્સપોઝર
આ તસવીરમાં પણ એક શેતાની સાયો દેખાય છે જે ડબલ એક્સપોઝર ટ્રીકનો કમાલ છે. પહેલાના સમયમાં આ ટ્રીકનો મોટે પાયે ઉપયોગ ભૂત પ્રેત બનાવવા માટે કરવામાં આવતો હતો.

એપ્સ
શું તમને આ ફોટોમાં આ પ્રાણી પાછળ એક સફેદ પડછાયો દેખાય છે તે કોઇ ભૂત નથી પણ ઇફેક્ટ આપીને બનાવવામાં આવ્યું છે.

લોંગ એક્સપોઝર
તમને થતું હશે કે આ સોનેરી લાઇટ શાની છે તો તમને જણાવી દઉ કે આ પણ લોંગ એક્સપોઝર નામની એક ટ્રીકના લીધે થઇ છે.

ટેકનીકલ કારણ
ધણીવાર ફોટો લેતા ફોટો હલી જાય છે કે પછી કેટલીક ટેકનીકલ ખામીઓ સર્જાય છે અને જે આવી પડછાયા જેવી ઇમેજ આપે છે.

ફોટોશોપ
આ ફોટોએ ભારે ચકચાર જમાવ્યું હતું કે આ ફોટો ખેંચતી વખતે બાજુમાં કોઇ નહતું અને ફોટામાં કોઇનો હાથ દેખાય છે પણ ખરેખરમાં આ ફોટોશોપનો કમાલ છે.

ફેક તસવીર
આ તસવીરે પણ ભારે વિવદ સજ્યો હતો. પણ તમને ફોટોમાં સાફ રીતે દેખાશે કે આ ભૂતે સ્નીકર્સ પહેર્યા છે અને આ ફોટોશોપનો કમાલ છે.

ફેક તસવીર
શું તમને રસ્તાની જમણી તરફ એક વાયુના ગોળા સમાન આકૃતિ નજરે પડે છે આ પણ એક ફેક તસવીર જ છે.

લાઇટ રિફ્લેક્શન
આ તસવીરમાં પણ એક સફેદ પડછાયો દેખાય છે જે ખરેખરમાં લાઇટના રિફ્લેક્શનના કારણે પડ્યો છે. જેના કારણે તે ભૂતિયા દેખાય છે.

ડબલ એક્સપોઝર
આ તસવીર પણ ડબલ એક્સપોઝર દ્વારા પાડવામાં આવી છે જેના લીધે લાગે કે ખરેખરમાં આ બાળક કબરમાંથી નીકળી રહ્યું છે.

જૂની બારી
આ જૂની બારી પર કાટમાળ પડવાથી આવી આકૃતિ દેખાઇ રહી છે કે જાણે ત્યાં કોઇ ભૂત હોય.

ફોટોશોપ
આ તસવીર પર એક બકવાસ ફોટોશોપનો જ કમાલ છે.

લોન્ગ એક્સપોઝર
તમને લાગતું હશે કે આ કોણ ચર્ચમાં વાઇટ કપડામાં બેઠું છે પણ ખરેખરમાં આ પણ લોંગ એક્સપોઝર નામની ટેકનોલોજીનો કમાલ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
