આ છે દુનિયાની સૌથી અજીબ સજાઓ વિશે, જાણો ક્યાં સંભળાવાઈ આ સજા?
જ્યારે પણ કોઈ સજાની વાત આવે એટલે તમને જેલ કે પછી ફાંસી જેવી ભયાનક સજાની યાદ આવે. એનાથી આગળ તમને જૂના જમાનાની સૌથી ભયાનક સજાઓ પણ યાદ આવશે. જો કે આજે અમે તમને કેટલીક એવી સજાઓ સંભળાવવા જઈ રહ્યા જે સૌથી અલગ અને અજીબ છે.

ગધેડા સાથે રેલી કરવાનો આદેશ
2003 માં શિકાગોની અદાલતે જેસિકા લોંગ અને બ્રાયન પેટ્રિકને તેના વતનમાં ગધેડા સાથે રેલી કરવાનો આદેશ આપ્યો હતો. બન્ને ગધેડા સાથે રેલી કરતી વખતે એક પોસ્ટર લઈને નીકળ્યા અને તેમાં લખ્યુ હતુ કે, મૂર્ખામીભર્યા ગુના માટે અફસોસ છે.
10 વર્ષ રોજ ચર્ચ જવાનો આદેશ
અમેરિકાના ઓક્લાહોમામાં હાઇસ્કૂલનો વિદ્યાર્થી ટાયલર ઓલરેડ મિત્રની હત્યામાં દોષી સાબિત થયો હતો. ટાયલર દારૂ પીને કાર ચલાવી રહ્યો હતો ત્યારે તેના મિત્રને કારની અડફેટે આવીને તેનું મોત થયું. કોર્ટે તેને એક વર્ષ માટે ડ્રગ, આલ્કોહોલ અને નિકોટિન ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો અને 10 વર્ષ ચર્ચ જવા આદેશ કર્યો.
પિતાનું ઘર એક મહિનામાં છોડી દેવા આદેશ
સ્પેનમાં 25 વર્ષીય યુવક તેના માતા-પિતા પાસે દર મહિને 355 પાઉન્ડની પોકેટ મની માંગતો હતો. માતા-પિતા ન આપતાં તે કોર્ટમાં ગયો હતો. અહીં ઉલ્ટુ કોર્ટે યુવકને જ સજા સંભળાવી દીધી. કોર્ટે કહ્યું કે, 30 દિવસમાં તમારે તમારા માતા-પિતાનું ઘર છોડવું પડશે અને પોતાના પગ પર ઊભા રહેતા શીખવું પડશે. આ માટે તમારે નોકરી શોધવી પડશે.
શાસ્ત્રીય સંગીત સાંભળવાનો આદેશ કર્યો
2008માં એન્ડ્રુ વેક્ટર નામનો એક વ્યક્તિ પોતાની કારમાં ખૂબ જોરથી રેપ સાંભળી રહ્યો હતો. જ્યારે મામલો કોર્ટમાં પહોંચ્યો તો કોર્ટે તેને 20 કલાક સુધી બીથોવન, બાચ અને ચોપેનનું શાસ્ત્રીય સંગીત સાંભળવાનો આદેશ આપ્યો. જજ ઇચ્છતા હતા કે વેક્ટર એ સમજે કે તે અનિચ્છનીય સંગીત સાંભળવામાં કેવુ લાગે છે. તે માત્ર 15 મિનિટ જ આ સંગીત સાંભળી શક્યો.
ડિઝનીના બામ્બી કાર્ટૂન આપવાની સજા
અમેરિકાના મિઝોરીમાં રહેતો ડેવિડ બેરી નામનો એક વ્યક્તિ હરણનો શિકારમાં દોષી સાબિત થયો હતો. લાંબી સૂનાવણી બાદ કોર્ટે તેને એક વર્ષ જેલમાં રહેવાની અને મહિનામાં ઓછામાં ઓછું એક વખત ડિઝનીના બામ્બી કાર્ટૂન આપવાની સજા ફટકારી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
