આ સેલ્ફીઓ જોઇને તમને થશે આ લોકોનું છટકી ગયું છે!
સેલ્ફી લેવું એક આજકાલનો સૌથી લોકપ્રિય ટેન્ડ થઇ ગયો છે. ભલેને આગ લાગે કે વાવાઝોડું આવે લોકો સેલ્ફી લેવાનું નથી ચૂકતા અને પાછું સોશ્યલ મીડિયા પર તેને અપલોડ પર કરવાનું નથી મૂકતા. લગ્નના મંડપમાં પણ આજકાલ નવવધૂ માંડવે બેસવાની સાથે જ સોશ્યલ મીડિયા પર પોતાના ફોટો ગણતરીના સમયમાં અપલોડ કરી લે છે.
જો કે સેલ્ફી લેવામાં કંઇ ખોટું નથી. તેને શેયર કરીને પોતાની ખુશી કે દુખને બીજા સાથે શેયર કરવાનો પણ કંઇ વાંધો નથી. પણ કેટલીક સેલ્ફીઓ તેવા સમયે લેવાય છે કે જે સોશ્યલ મીડિયા પર આપણે જોઇએ ત્યારે લાગે છે કે આવા અયોગ્ય સમયે શું સેલ્ફી લેવું જરૂરી હતું. નોંધનીય છે કે હાલમાં જ એક અરબ યુવકે તેના બિમાર દાદાજી જોડે એક સેલ્ફી મૂકીને આવા જ કંઇક વિવાદ ઊભો કર્યો હતો. ત્યારે આજે અમે તમને કેટલાક આવા જ સેલ્ફી બતાવાના છીએ જેને જોઇને તમને થશે કે શું આવા સમયે સેલ્ફી લેવું જરૂરી હતું? તો જુઓ કેટલીક આવી જ સેલ્ફી...

ક્રાઇમ સેલ્ફી
આ સેલ્ફી ક્રાઇમ સીન દરમિયાન લેવામાં આવ્યો છે. પાછળ પોલિસ અને ઇજાગ્રસ્ત વ્યક્તિ દેખાઇ રહી છે અને સામે આ બે છોકરીઓ જીભડી નીકાળી રહી છે.

સેલ્ફી 2
આ ફોટોમાં એક છોકરો કોઇ છોકરીનું ગળુ દબાવી રહ્યો છે અને કેટલાક લોકો જોઇ પણ રહ્યા છે. અને આ ભાઇ સેલ્ફીમાં બીજી છે.

ઇમરજન્સી સેલ્ફી
પ્લેનમાં ઇમરજન્સીના સમયે પણ આ ભાઇને સેલ્ફીની પડી છે. જ્યારે અન્ય લોકો ઓક્સિજન માસ્ક પહેરવાની જલ્દીમાં છે.

આગ વાળી સેલ્ફી
પાછળ આગ લાગી છે લોકો ભાગી રહ્યા છે. અને આમને થયું લાવને થોડો ડરેલો પોઝ આપીને એક સેલ્ફી તો લઇ લઉં.

ફ્યૂનરલ સેલ્ફી
આ છોકરી કોઇની ફ્યૂનરલમાં જઇને આવી છે. પણ તેમને કોઇની મોતની દુખ છે કે પોતાના મેકઅપ જવાનું તે સમજાતું નથી.

દુખ વાળું સેલ્ફી
આ ફોટો નીચે જે લખ્યું છે તે જોઇને સમજી શકાય છે કે આ ભાઇ કોઇના ફ્યૂનરલમાં જવાના છે તેનું દુખ પણ જ્યારે તેમના ચહેરા પર આવ્યું તો તેમને તેનું સેલ્ફી લેવાનું મન થઇ ગયું.

ડોકટર્સ સેલ્ફી
લાગે છે કે ડોક્ટર્સ પણ દર્દી સાથે મળીને સેલ્ફી લેવામાં બીજી થઇ ગયા છે.

આ તો કેવી મજાક
લોકો પોતાને કૂલ દેખાવા માટે શું શું નથી કરતા જરા આ જનાબને જ જોઇ લો પાછળ ટ્રેન આવે છે પણ તેમને પોતાની બત્તીસી બતાવવામાં વધુ રસ છે.

પ્લેનની બહાર હાથ કઢાય
પ્લેનની બહાર હાથ નીકાળીને આ ભાઇએ સેલ્ફી સ્ટીકની ખેંચી પોતાની સેલ્ફી પણ મને થાય છે જો આમ કરતા કેમરા પડ્યો હોત તો!!!

મગરની અંદર
આ ફોટો સાચા મગરનો છે કે ખોટા તે તો નથી ખબર પણ આ ચિત્ર જોઇને ભલ ભલા ડરી જાય તે વાત તો પાક્કી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
