ભારતમાં અહીં તૈયાર થાય છે દુનિયાની સૌથી મોંઘી ચા, કિંમત જાણીને તમારા હોશ ઉડી જશે
થોડી હળવી ભાષામાં કહીએ તો એમ કહી શકાય કે દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. એક જેને ચા પસંદ નથી અને બીજા ચાના દિવાના. આમાંથી બીજા પ્રકારના લોકો માટે ભારતમાં એક ખાસ પ્રકારની ચા ઉગે છે. આ ચા દુનિયાની સૌથી મોંઘી ચા છે.
આજે આપણે જે ચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે ચાનું ઉત્પાદન માત્ર ભારતમાં જ થાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે તેને માત્ર ચાંદની રાતે જ છોડ પરથી તોડવામાં આવે છે. આ ચા તોડવા માટે ખાસ લોકો પણ હોય છે.

તમને સવાલ થતો હશે કે આ ચામાં એવુ તો શું છે કે તે આને આટલી ખાસ બનાવે છે. આ ચાની કેટલીક ખાસ એવી ખાસિયતો છે જે તેને અલગ અને દુનિયાની સૌથી મોંધી ચા બનાવે છે.
માત્ર ભારતમાં જ થતી આ વિશ્વની સૌથી મોંધી ચા દાર્જિલિંગમાં તૈયાર થાય છે. સિલ્વર ટિપ્સ ઈમ્પિરિયલ ટી નામની આ ચાના પાંદડાઓની એક દુર્લભ વિવિધતા છે અને તે પૂર્ણ ચંદ્રની રાત્રે જ તોડાય છે. સૌથી મહત્વની વાત એ છે કે તે વર્ષમાં માત્ર ચાર કે પાંચ વખત જ તૈયાર થાય છે.
સિલ્વર ટીપ્સ ઈમ્પીરીયલ ચા મકાઈબારી ચાના બગીચામાં તૈયાર થાય છે અને તેને કેટલાક ખાસ લોકો દ્વારા જ તોડવામાં આવે છે. પૂનમની રાતે લોકો હાથમાં મશાલ લઈને ચાની કાપણી કરે છે.
અહીં કામ કરતા મજુરો અનુસાર, આ ચામાં પૃથ્વીના દરેક જાદુ, બ્રહ્માંડના દરેક રહસ્યો અને માટીની તમામ શક્તિઓ સમાયેલી છે. ચળકતા ચંદ્રના પ્રકાશમાં કામદારો ગાતા ગાતા તેને ચૂંટે છે અને કળીઓ પેક કરીને પરોઢ પહેલા મોકલવામાં આવે છે. માનવામાં આવે છે કે જો સૂર્યના કિરણો તેના પર પડે તો તેની સુગંધ ઓછી થઈ જાય છે.
તમને જાણીને નવાઈ લાગશે કે દાર્જિલિંગમાં તૈયાર થતી આ ચાનું વર્ષે માત્ર 100 થી 150 કિલો જ ઉત્પાદન થાય છે અને અમેરિકા, જાપાન અને બ્રિટનના તેની નિકાસ થાય છે. સ્થાનિક ખેડૂતો અનુસાર, બ્રિટિશ રાજવીઓ આ ચાના દિવાના છે. ચા વારંવાર ત્યાં મોકલાય છે. તેને તોડવાની પ્રક્રિયા એટલી ખાસ છે કે તેને જોવા માટે દૂર-દૂરથી પ્રવાસીઓ આવે છે.
કેટલાક લોકો દાવો કરે છે કે, પુનમના દિવસે સમુદ્રમાં ભરતી આવે છે, જે ખૂબ જ શક્તિશાળી હોય છે. તે સમયે સમગ્ર બ્રહ્માંડની શક્તિ પૃથ્વી પર અસર કરે છે. આવા પ્રસંગે જે પણ તૈયાર કરવામાં આવે છે તે ખૂબ જ શક્તિશાળી હોય છે. તેથી ચા પણ પૂર્ણિમાના દિવસે લેવામાં આવે છે. આ ચા ખાસ કળીઓમાંથી બનાવવામાં આવે છે, જે ચાંદીની સોય જેવી દેખાય છે.
આ ચાની કિંમત દુનિયામાં સૌથી વધુ છે. 2014માં એક હરાજીમાં એક કિલો ચા 1.53 લાખ રૂપિયામાં વેચાઈ હતી. હાલમાં મકાઈબારી વેબસાઈટ પર 50 ગ્રામ ચાની કિંમત 36 ડોલર એટલે કે 3000 રૂપિયા છે. જો પ્રતિ કિલો જોવામાં આવે તો તે લગભગ 60 હજાર રૂપિયા આસપાસ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
