માત્ર અમેરિકી રાષ્ટ્રપતિ જ નહીં ઘણા ભુતોનું નિવાસ્થાન છે વ્હાઈટ હાઉસ, કરાયા છે વચિત્ર દાવા
અમેરિકાના રાષ્ટ્રપતિની ગણતરી દુનિયાના સૌથી તાકાતવર લોકોમાં થાય છે. અમેરિકાના રાષ્ટ્રપતિ હોદા પર હોય ત્યારે વ્હાઈટ હાઉસમાં નિવાસ કરે છે. વ્હાઈટ હાઉસ સુવિધાઓથી ભરેલુ છે. જો કે કેટવીક વાતો એવી પણ છે જે ઈશારો કરે છે કે વ્હાઈટ હાઉસમાં ભુતોનો નિવાસ છે.
દુનિયાની સૌથી સુરક્ષિત મનાતુ વ્હાઇટ હાઉસ વિશે કહેવાય છે કે તે એક ભૂતિયા સ્થળ છે. અમેરિકન પ્રેસિડેન્ટ સિવાય અહીં ઘણી આત્માઓનો વાસ છે. માન્યતા છે કે પૂર્વ રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનની આત્મા વ્હાઈટ હાઉસમાં ભટકી રહી છે.

આ મુદ્દે ઘણા લોકોએ દાવા કર્યા છે. લોકોના આ દાવા પાછળ ભુતકાળમાં બનેલી વિચિત્ર ઘટનાઓ જવાબદાર છે.
અમેરિકાના સૌથી જાણીતા રાષ્ટ્રપતિઓમાથી એક 16માં રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનની 1865માં ગોળી મારીને હત્યા કરાઈ હતી. આ હત્યા બાદ ઘણા લોકોએ વ્હાઈટ હાઉસમાં અબ્રાહમ લિંકનની આત્મા ભટકતી જોઈ હોવાનો દાવો કર્યો છે.
એક જાણીતી વાત એવી પણ છે કે, નેધરલેન્ડની રાણી વ્હિલમિના એકવાર અહીં રોકાયા હતા. મોડી રાત્રે કોઈએ તેમનો દરવાજો ખખડાવ્યો ત્યારે તેમણે દરવાજો ખોલતા તેની સામે અબ્રાહમ લિંકન ઉભા હતા. આ ઘટના લિંકના મૃત્યુના ઘણા વર્ષો પછી બની હતી.
દાવા તો એવા પણ કરાઈ રહ્યા છે કે અહીં માત્ર અબ્રાહમ લિંકન જ નહીં પરંતુ અન્ય અમેરિકી રાષ્ટ્રપતિઓની આત્માઓ પણ વ્હાઇટ હાઉસમાં ભટકી રહી છે. લોકોએ દાવો કરી રહ્યા છે કે અમેરિકાના બીજા રાષ્ટ્રપતિ જોન એડમ્સ જેવો જ એક રહસ્યમયી વ્યક્તિ પણ જોવા મળ્યો છે. ઘણા લોકોએ એક માણસને રાષ્ટ્રપતિ એડમ્સ જેવા કપડામાં ફરતો જોયો છે.
આ દાવાઓમાં કેટલું સત્ય છે તેના કોઈ પુરાવા નથી. હાલમાં પણ આ ઘટનાઓ રહસ્ય બની રહી છે. લોકો પોતપોતાના અનુભવોના આધારે દાવા કરી રહ્યા છે ત્યારે હવે સત્ય સુધી પહોંચવાનો કોઈ રસ્તો નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
