પ્લેનમાં ભુલાયેલી બાળકીની ઢીંગલી માટે પાયલોટ સ્પેશિયલ ફ્લાઈટ લઈને બાળકીના ઘરે પહોંચ્યો, જાણો શું છે પુરી ઘટના?
તમારી કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ હોય અને કોઈ અચાનક તમારા ઘરે આવીને પરત આપી જાય ત્યારે કેટલી ખુશી થાય? આવી જ ખુશી એક બાળકીને ત્યારે થઈ જ્યારે તેની પ્લેનમાં ભુલાયેલી ઢિંગલીને પાછી આપવા માટે પાયલોટ સ્પેશિયલ તેના ઘરે પહોંચ્યો.
બાળકોને રમકડા તેના જીવ કરતા વ્હાલા હોય છે ત્યારે આ બાળકી તેની ફેવરીટ ડોલને પ્લેનમાં ભુલી ગઈ હતી. આ પછી પાયલોટે જે કર્યું તેને લોકોના દિલ જીતી લીધા છે. આ પાયલોટે 9 વર્ષની બાળકી માટે ઉડાન ભરી અને ટોક્યોથી ટેક્સાસ પહોંચીને બાળકીને તેની ખોવાયેલી ઢીંગલી પરત આપી.

અહેવાલો અનુસાર, અમેરિકન એરલાઈન્સમાં કામ કરતા જેમ્સ ડેનેનને ફેસબુક પરથી ખબર પડી કે વેલેન્ટિના નામની બેબી ડોલ ગુમ છે. જે બાદ તેણે ટોક્યો હનેદા એરપોર્ટ પર ટર્કિશ એરલાઈન્સનો સંપર્ક કર્યો અને ખોવાયેલી ઢીંગલી મળી આવી.
પાયલોટ આ ઢીંગલી લઈને વેલેન્ટિનાને આપવા પહોંચી ગયો. ડેનેને જણાવ્યુ કે, આ મારો સ્વભાવ છે, મને લોકોની મદદ કરવી ગમે છે. તે જ હું કરી રહ્યો છું હું ખરેખર ખુશ છુ કે હું કોઈના માટે કંઈક સારું કરી શકું છું.
તેણે કહ્યું કે, બાળકીને ત્રણ અઠવાડિયા પછી ઢીંગલી મળી. પાયલટનું ઘર તેના ઘરની નજીક છે. પાયલોટે બાળકીને જાપાની ટ્રોટ અને નકશો પણ ગિફ્ટ કર્યા. પરિવારજનોએ તેનો આભાર માન્યો. બીજી તરફ બાળકીને તેની ડોલ મળી જતા તે ખુબ જ ખુશ હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
