દત્તક લેવાયેલા ભાઈ-બહેનને વર્ષો બાદ હકિકત ખબર પડી તો પગ નીચેથી જમીન સરકી ગઈ, જાણો શું છે પુરી ઘટના?
આ દુનિયામાં ઘણા લોકો સાથે એવી ઘટનાઓ બને છે કે તે તમારા વિચારોને સંપુર્ણ રીતે બદલી નાંખે છે. તમારી તમામ ધારણાઓનો એક જ સાથે અંત આવી જાય છે. હવે આવી જ એક ઘટના સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
વિચારો કે તમે જેની સાથે મોટા થયા હોય એ તમારા ભાઈ-બહેન વિશે મોટા થઈને તમને ખબર પડે કે હકિકતમાં એ તમારા ભાઈ બહેન નહીં પરંતુ હકિકત અલગ જ છે. એક મહિલા સાથે પણ આવુ જ થયુ. જેની સાથે તે વર્ષોથી રહેતી હતી. તે તેને પોતાનો ભાઈ માનતી હતી, પરંતુ ડીએનએ ટેસ્ટમાં એવું રહસ્ય ખુલ્યું કે તેની તમામ ધારણાઓ ભાંગીને ભુક્કો થઈ ગઈ.

અહેવાલો અનુસાર, ન્યૂયોર્કમાં રહેતા ડેનિસ અને એન્જેલાએ 2002માં એક બાળકને દત્તક લીધું હતું. આ બાળક સ્ટેટન આઇલેન્ડ પરના ડે-કેર સેન્ટરના દરવાજે ડાયપર બેગમાં મળી આવ્યુ હતુ. બંનેએ તેનું નામ ફ્રેન્ક લોફ્ટિન્સ રાખ્યું. 2 વર્ષ પછી બન્નેએ એક બાળકીને દત્તક લીધી. આ બાળકી હોસ્પિટલના બાથરૂમમાંથી મળી આવી હતી. બંનેએ તેનું નામ વિકી લાફિન રાખ્યું.
ડેનિસને નિક નામનો પુત્ર પણ હતો. વિકી, ફ્રેન્ક અને નિક એકસાથે મોટા થઈ રહ્યા હતા. સાથે અભ્યાસ કરતા હતા. તેમને એ પણ ખબર ન હતી કે તેમને દત્તક લેવામાં આવ્યા છે. પરંતુ અચાનક એક દિવસ વિકી અને ફ્રેન્કને લાગ્યું કે તે નિક કરતા કંઈક અલગ દેખાઈ રહ્યા છે. આ પછી બન્નેએ રહસ્ય ખોલવાનું નક્કી કર્યુ.
સત્ય જાણવા વિકી અને ફ્રેન્કનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો. આ ટેસ્ટમાં જે પરિણામ સામે આવ્યુ તેને તમામને ચૌકાવી દીધા. ડીએનએ રિપોર્ટ અનુસાર, વિકી અને ફ્રેન્ક હકિકતના ભાઈ-બહેન છે. બંનેના માતા-પિતા સમાન છે. બંનેને 2 વર્ષના અંતરે અલગ-અલગ જગ્યાઓએ છોડી દેવાયા હતા.
આ મુદ્દે વિકીએ જણાવ્યુ કે, આ એક મોટો ફટકો હતો. મને બિલકુલ અપેક્ષા નહોતી કે જેની સાથે મેં મારું આખું જીવન વિતાવ્યુ તે મારો જૈવિક ભાઈ છે. અમે જાણતા હતા કે અમે પરિવારથી અલગ દેખાઈએ છીએ. પરંતુ ક્યારેય અલગ લાગ્યું નથી. આ પરિવારમાં ઘણો પ્રેમ હતો. પણ જેમ જેમ આપણે મોટા થયા તેમ તેમ વાસ્તવિકતા જાણવાની ઈચ્છા થઈ અને ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવ્યો.
બીજી તરફ તેની માતા એન્જેલાએ જણાવ્યુ કે, અમને પહેલેથી જ ખબર હતી. પરંતુ બાળકોને કેવી રીતે કહેવુ? તે આ જાણવા માટે ઘણા નાના હતા. મેં વિચાર્યું કે જ્યારે તેઓ મોટા થશે ત્યારે હું તેમની સામે એક બોક્સ મૂકીશ અને વાસ્તવિકતા શું છે તે જાણી શકશે.
નિકને આ વિશે પહેલા ખબર પડી ગઈ પરંતુ તેણે તેને ગુપ્ત રાખ્યું કારણ કે તે તેના ભાઈ-બહેનોને નુકસાન પહોંચાડવા માંગતો નહોતો. સૌથી પહેલા ફ્રેન્કને આ બાબતની જાણ થઈ. તેને જાણીને આશ્ચર્ય થયું કે વાસ્તવમાં તેના માતા-પિતા ઇટાલિયન અને અંગ્રેજી હતા. તેની પ્રોફાઇલ ફ્રેન્ક સાથે મેળ ખાતી હતી. તેના ડીએનએ 56 ટકા મેચિંગ હતા.
વિકીએ ખબર પડતાં જ ફ્રેન્કને ફોન કર્યો. પહેલા તો ફ્રેન્કને લાગ્યું કે તે મજાક કરી રહી છે પરંતુ સત્ય જાણીને તે ચોંકી ગયો. હવે તે તેના સાચા માતા-પિતાને શોધવા પણ માંગતા નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
