આશ્ચર્ય પમાડી દેશે અજબ વિશ્વની આ અનોખી હોટેલ્સ
વિશ્વ અનેક વિવિધતાઓથી ભરેલું છે, ક્યાંક કુદરતની સુંદરતાના દર્શન થાય છે તો ક્યાંક કૂદરતે રચેલી અજીબો ગરીબ સર્જનતા આપણને તેના તરફ મોહિત કરી દે છે. આ જ વિશ્વમાં માનવી દ્વારા પણ અનેક અનોખી અને સુંદર વસ્તુઓનું નિર્માણ કરવામાં આવતું રહ્યું છે અને સમયાંતરે આપણને એ અંગેના સમાચાર પણ મળતા રહે છે, કે કોઇ એક દેશમાં વિશ્વની સૌથી સુંદર ઇમારત, મહેલ કે બ્રીજનું નિર્માણ કરવામાં આવ્યું, તો ક્યારેક આ જ માનવી પોતાની સર્જનાત્મકતાથી અજબ ગજબ કહી શકાય તેવી કૃતિઓની રચનાઓ પણ કરી બેશે છે.
થોડા સમય પહેલા આપણે અજીબો ગરીબ મ્યુઝિયમ અંગે વાંચ્યું હતું, આજે અમે તમને વિશ્વની કેટલીક એવી હોટેલ્સ અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ કે તેની રચના અને દેખાવ અજીબો ગરીબ છે, પરંતુ વૈવિધ્યતા અને વૈભવતામાં આ હોટેલ્સ અન્ય વૈભવી હોટેલ્સને ટક્કર આપી શકે તેવી છે, તો ચાલો તસવીરો થકી આવી જ હોટેલ્સ અંગે જાણીએ.

હોટેલ લિંડેનવિરત, જર્મની
આ હોટેલ જર્મનીના રાઇન વેલી ઓફ રુડેશિઆમ ખાતે આવેલી છે. જેમાં વાઇનના ખાલી વિશાળ બેરલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ક્યારેક છ હજાર લીટર વાઇન ભરવામાં માટે ઉપયોગમાં લેવાતા આ બેરલનો એક હોટલના રૂમ તરીકે ઉપયોગ કરાયો છે અને અનેક લોકો વાઇન બેરલમાં રહેવાની મજા લેવા માટે આ હોટેલની મુલાકાત પણ લે છે.

બેનેસે હાઉસ, જાપાન
આ હાઉસની રચના જાપાનીઝ આર્કિટેક્ટ ટાડાઓ ઍન્ડો દ્વારા બનાવવામાં આવી હતી, જે ક્યારેક મ્યુઝિયમ હતુ, પરંતુ હવે તે હોટલમાં પરિવર્તિત થઇ ગયું છે. તેની રચના અને બાંધણી અનોખી છે.

લિવિંગસ્ટોન લોજ, યુકે
જો તમે વાઇલ્ડ સફારીની મજા માણવા માગતા હોવ તો યુકેના કેન્ટમાં આવેલી લિવિંગસ્ટોન લોજ તમારા માટે શ્રેષ્ઠ સ્થળ છે. 100 એકરમાં ફેલાયેલી આ હોટલમાં તમે ઝીરાફ, ઝીબ્રા સહિતના પ્રાણીઓને નિહાળી શકો છો.

મિરા મિરા, ઓસ્ટ્રેલિયા
જે રીતે આ હોટેલનું નામ અનોખું છે તેવી જ રીતે આ હોટેલ પણ અનોખી છે. આ હોટેલ ત્રણ બિનપરંપરાગત આશ્રયસ્થાનોનું ઘર છે, જેનું બાંધકામ હોટેલના માલિક દ્વારા કરવામાં આવ્યું છે. એક અન્ડરગ્રાઉન્ડ ગુફા, બીજું જાપાનીઝ ગાર્ડન અને ત્રીજું વૂડસાઇડ કેબિન છે.

ડોગ બાર્ક ઇન, યુએસએ
જે પ્રકારે આ હોટેલનું નામ અજીબો ગરીબ છે, તેની બનાવટ પણ તેના નામને સાર્થક કરે તેવી છે. કૂતરાંના આકારની આ હોટલમાં બે રૂમ આપવામાં આવ્યા છે, જે કૂતરાના સ્ટમક વિસ્તાર પાસે છે. આ હોટેલને જોઇને જ તમે સમજી જશો કે આ હોટેલ કેટલી સ્ટ્રેંજ છે.

કોસ્ટા વેર્ડે, કોસ્ટા રિસા
આ હોટલને એક બોઇંગ 727 વિમાનમાં બનાવવામાં આવી છે. વિમાનના ઇન્ટિરિયર અને બોડીનો ઉપયોગ એક પાર્કમાં હોટલ તરીકે કરવામાં આવ્યો છે અને તેની આસપાસ લાકડાંમાંથી સુંદર ડિઝાઇન તૈયાર કરીને તેને એક હોટેલનું રૂપ આપવામાં આવ્યું છે, આ ખરેખર એક અનોખા અનુભવ સમાન છે.

પ્રોપેલર આઇલેન્ડ સિટી લોજ, જર્મની
પ્રોપેલર આઇલેન્ડ સિટી લોજ, જર્મનીમાં આવેલી છે, જેમાં 27 અનોખા રૂમ છે અને દરેક રૂમમાં અલગ પ્રકારની થીમ છે. જ્યારે તમે આ રૂમમાં રોકાવ તો તેમને જાણે કે એમ લાગે કે તમે કોઇ કૉફીનમાં ઉંઘી રહ્યાં છો.

મિરરક્યૂબ સ્વીડન
આ એક ટ્રી હોટેલ છે, જે સ્વીડનમાં આવેલી છે. હોટેલને એક વૃક્ષોથી ભરપૂર વિસ્તારમાં બનાવવામાં આવી છે અને રૂમની ચારેકોર અરિસા લગાવવામાં આવ્યા છે. જે લોકો પક્ષીઓના કલરવની વચ્ચે મને શાંતિ અર્પવા માગતા હોય તે લોકો માટે આ એક અનોખી પણ અદભૂત હોટેલ સાબિત થઇ શકે છે.

ફ્રી સ્પિરિટ સ્ફેરેસ, કેનેડા
આ હોટેલ વાનકુવર આઇલેન્ડના જંગલોમાં છે, જ્યાં તેના રૂમને લાકડાંના ગોળાના આકારમાં બનાવવામાં આવ્યા છે. વૃક્ષો પર તેને જે રીતે લગાવવામા આવી છે, તેને જોતા એમ જ લાગે કે તે એક આંખનો ગોળો છે.

પાલાસિઓ દે સાલ, બોલિવિયા
આ હોટેલ સંપૂર્ણપણે મીઠાંમાંથી બનાવવામાં આવી છે, તેના ફ્લોર, સેલિંગ, તેમજ મોટાભાગનું ફર્નિચર અને દિવાલો પણ, એટલે આ વિશ્વની એકમાત્ર હોટેલ છે, કે જેના જેના બાંધકામમાં મીઠું વપરાયું છે.

ક્રૅન હોટેલ, નેધરલેન્ડ્સ
ક્રૅન હોટેલ, નેધરલેન્ડ્સના હાર્લીજેન ખાતે આવેલી છે, જેમાં ક્રૅનને હોટેલમાં પરિવર્તિત કરવામાં આવી છે. દેખાવે આ હોટેલ અજીબો ગરીબ અને સુવિધા વગરની જણાય છે, પરંતુ તેના બેડરૂમ અને બાથરૂમ ઘણા જ વૈભવી છે.

મેજીક માઉન્ટૅન, ચિલી
મેજીક માઉન્ટૅન, ચિલીમાં આવેલી હોટેલ છે. જેની બનાવટમાં લાકડાં અને પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને કાંચને પણ અજીબો ગરીબ રીતે લગાવવામાં આવ્યા છે. ત્યાં જવા માટે લાકડાંના પૂલનો ઉપયોગ કરવાનો રહે છે. તેમજ હોટેલની ઉપરના ભાગેથી પાણીનું ઝરણું વહ્યાં કરે છે, દૂરથી જોઇએ તો એવું જ લાગે કે પર્વત પર એક ગૂફા છે પરંતુ ત્યાં જઇએ ત્યારે માલુમ પડે કે આ એક હોટેલ છે.

હોબિટ મોટેલ, ન્યુઝીલેન્ડ
આ હોટેલની પ્રેરણે હોલિવુડની જાણીતી ફિલ્મ ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ ટ્રાયોલોજીમાંથી લેવામાં આવી છે. જેમાં બે હોબિટ હોમની રેપ્લિકા તૈયાર કરવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
