માતાની સામે વાંદરાએ છોકરીને માર્યો જોરદાર પંચ, વિડીયો થયો વાયરલ
સોશિયલ મીડિયા પર વિડીયો ખુબ ઝડપી વાયરલ બની રહ્યો છે. વિડીયોમાં એક મહિલા તેની પુત્રી સાથે વાંદરને ચણા ખવડાવી રહી છે. વિડીયો ચીનના ઝૂથી સંબંધિત છે.
સોશિયલ મીડિયા પર વિડીયો ખુબ ઝડપી વાયરલ બની રહ્યો છે. વિડીયોમાં એક મહિલા તેની પુત્રી સાથે વાંદરને ચણા ખવડાવી રહી છે. વિડીયો ચીનના ઝૂથી સંબંધિત છે. થોડા સમય માટે બધું સારું રહે છે, પરંતુ તે પછી વાનર એવી હરકત કરે છે, જેને જોઈને તમને આશ્ચર્ય થશે. મહિલાની હરકતના કારણે, તેણીની નાની છોકરી વાંદરાના ગુસ્સાના ભોગ બની છે.

માતાની હરકતથી વાંદરના ગુસ્સાનો શિકાર બની છોકરી
વિડીયો ચીનનો છે. ચીનના ધ ચાઇના ગ્લોબલ ટીવી નેટવર્કએ આ વિડીયો શેર કર્યો છે. તે વિડીયોમાં જોઈ શકાય છે કે નાની છોકરી તેની માતા સાથે ઝૂમાં વાંદરા પાસે બેસી તેને ખાવાનું ખવડાવી રહી છે. વાંદર પણ મજાથી મહિલાના હાથની એક એક કરીને ચણા ઉઠાવીને ખાતો હતો. બધું ત્યાં સામાન્ય છે. માતા અને પુત્રી વાંદરાની નજીક બેઠા છે. તે થોડા સમય માટે સારો રહ્યો, પરંતુ જયારે મહિલાના હાથમાંથી ચણા ખતમ થઇ ગયા તો વાંદરને ગુસ્સો આવી ગયો.

વાંદરનો પંચ
મહિલાના હાથમાંના ચણા પુરા થાય છે. તે થોડો વાંદરાને ચીડવે પણ છે. વાંદરને આ વાતથી ગુસ્સો આવે છે અને તે પાસે બેસેલી છોકરીના ચહેરા પર ભયંકર મૂક્કો મારે છે. વાંદરના પંચથી છોકરી બે થી ત્રણ દાદર પરથી ગુલાંટી ખાઈ પડી. વાંદરની આ હરકત જોઈ બધા હેરાન થઇ જાય છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો
આ વિડીયો ચીનના સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ બની રહ્યો છે. લોકો વિડીયો પર કોમેન્ટ કરી રહ્યાં છે અને તેમની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. કોઈએ કહ્યું કે તે પ્રાણીઓની નજીક જવાનું ખોટું છે, તો પછી કોઈએ માતાની હરકત વિશે લખ્યું છે. લોકો લખે છે કે વાંદરના ખાવાના સાથે મજાક ન કરવો જોઈએ. આ વિડિઓમાં કોઈ માહિતી નથી કે વાંદરાના પંચથી છોકરીને કોઈ નુકસાન તો નથી પહોંચ્યું તથા વાંદર કઈ જાતિનો હતો.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
