અખબારમાં ફોટો જોયો અને પ્રેમ થઈ ગયો, સોશિયલ મીડિયા પર શોધીને લગ્ન કર્યા, જાણો ક્યાંની છે આ અનોખી લવ સ્ટોરી?
તમે પહેલી નજરના પ્રેમ વિશે તો બહુ સાંભળ્યુ હશે પરંતુ આજે જે લવ સ્ટોરીની વાત થઈ રહી છે તે તેનાથી એક કદમ આગળ છે. આ લવ સ્ટોરીમાં મહિલાને માત્ર ફોટો જોઈને પ્રેમ થયો અને પછી તેને સોશિયલ મીડિયાની મદદથી કહાનીને લગ્ન સુધી પહોંચાડી.
આ કહાની પુરી ફિલ્મી છે. અહેવાલો અનુસાર, એક છોકરીનું બ્રેકઅપ થતા તે દુખી હતી. આ દરમિયાન તેને એક વ્યક્તિનો ફોટો જોયો અને પ્રેમ થઈ ગયો. આ મહિલાએ તે વ્યક્તિ સુધી પહોંચીને દિલની વાત કહેવાનું નક્કી કર્યુ. આ પછી તેને સોશિયલ મીડિયા પર તે વ્યક્તિને શોધી લીધો અને પોતાની ઈચ્છા પુરી કરી.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ લવ સ્ટોરી એવિગેલ એડમ અને ટોમ સ્ઝાકીની છે. બંનેએ પોતાની આ ખૂબસૂરત લવ સ્ટોરી સોશિયલ મીડિયા પર શેર કરી છે. 42 વર્ષીય એડમે જણાવ્યુ કે, મેં આટલો સુંદર ચહેરો ક્યારેય જોયો નહતો. બ્રેકઅપ પછી હું ખૂબ જ હતાશ હતી. એક સવારે હું ઘરની બહાર ચા પી રહી હતી ત્યારે મેં એક અખબાર જોયું.
મેં અખબારમાં લેખો વાંચવાનું શરૂ કર્યું અને તેમાંથી આર્ટિકલ એક ટોમ વિશે હતો. તેણે તાજેતરમાં જ ઈઝરાયેલમાં તેની રિસાયક્લિંગ કંપની શરૂ કરી છે. હું તેના દેખાવથી મોહિત થઈ ગઈય. તેની તસવીર ખરેખર સુંદર હતી. એક અઠવાડિયું વીતી ગયું.
એવિગેલ એડમ આગળ જણાવે છે કે, મેં વિચાર્યુ કે જો હું આ વ્યક્તિને ફેસબુક પર શોધી શકું તો હું તેની સાથે વાત કરીશ. હું તેને શોધવા લાગી. એક દિવસ હું તેને મળી અને મેં ઝડપથી તેની સાથે કોફી પીવાની મારી ઈચ્છા વ્યક્ત કરી. આ સાંભળીને તે પણ મારા મોહિત થઈ ગયો.
તે આગળ જણાવે છે કે, હું ટોમ સાથે જીવન જીવવાની કલ્પના પણ કરી શકતી નથી. જ્યારે ટોમે બીજી ડેટની વાત કરી ત્યારે પણ મેં ના પાડી. જો કે પછીથી અમે ફરી મળ્યા. ટોમ મને કોન્ફરન્સ માટે હોલેન્ડ લઈ ગયો. અમે અમેરિકામાં ઘણી જગ્યાએ ફર્યા અને 2 વર્ષ પછી નક્કી કર્યું કે અમે લગ્ન કરવાના છીએ. આજે અમારે 4 બાળકો છે.
ન્યુજર્સીમાં રહેતી એવિગેલ એક જ્વેલરી ડિઝાઇનર છે. તેણી જણાવે છે કે હું ખૂબ જ ખુશ છું કે પહેલા બોયફ્રેન્ડે મારી સાથે બ્રેકઅપ કર્યું. હું ધન્ય અને ભાગ્યશાળી અનુભવું છું. મને મળેલી આ શ્રેષ્ઠ ગિફ્ટ છે.
ટોમે જણાવે છે કે, શરૂઆતમાં મેં વિચારવાનું શરૂ કર્યું કે મારા સપનાની રાજકુમારી કોણ છે? મને એવી વ્યક્તિ જોઈતી હતી જે મજબૂત, સ્વતંત્ર અને ડાઉન ટુ અર્થ હોય. જ્યારે હું એવિગેઇલને મળ્યો ત્યારે તે મેં જે વિચાર્યું તે બરાબર હતું. હું જેની આશા રાખતો હતો તે તેવી જ હતી.












Click it and Unblock the Notifications
