167 કિલો વજન ઉઠાવતા જ મહિલાના શરીરમાં આવ્યો કડાકાનો અવાજ, ભાગવુ પડ્યુ હૉસ્પિટલ
મહિલા પાવર લિફ્ટર જે લગભગ 167 કિલો વજનની રૉડ અને પ્લેટ્સ સાથે વેઈટ લિફ્ટિંગ કરી રહી હતી તેનુ અચાનક બેલેન્સ બગડ્યુ અને એક મોટી દૂર્ઘટના બની ગઈ.
નૉર્થ કેરોલિનાઃ સારી બૉડી કોણ નથી બનાવવા માંગતુ અને આના માટે લોકો જિમની અંદર કલાકો સુધી પરસેવો પર વહાવે છે. પરંતુ, ઘણી વાર જરુર કરતા વધુ કસરત કે વેઈટ લિફ્ટિંગ કરવી લોકોને ભારે પડી જાય છે. કંઈક આવુ જ થયુ એક મહિલા પાવર લિફ્ટર સાથે, જે લગભગ 167 કિલો વજનની રૉડ અને પ્લેટ્સ સાથે વેઈટ લિફ્ટિંગ કરી રહી હતી પરંતુ અચાનક બેલેન્સ બગડ્યુ અને એક મોટી દૂર્ઘટના બની ગઈ. મહિલાની મદદ માટે જિમમાં તેની પાસે ઉભેલા લોકોએ તરત જ તેને સંભાળી અને હૉસ્પિટલ પહોંચાડી જ્યાં ડૉક્ટરોએ એક્સરે બાદ મહિલાને જણાવ્યુ કે તેની સાથે આખરે શું થયુ છે.

'આનાથી પણ વધુ વર્કઆઉટ કરી ચૂકી છુ પરંતુ'
'ધ સન'ના સમાચાર મુજબ ઘટના નૉર્થ કેરોલિનાની છે. જ્યાં રોબિન મચાડો નામની મહિલા પાવર લિફ્ટરે પોતાની સાથે થયેલી આ દૂર્ઘટના વિશે ટિકટૉક વીડિયો દ્વારા જણાવ્યુ છે. પોતાના વીડિયોમાં આ મહિલાએ જણાવ્યુ કે તે આ પહેલા આનાથી પણ વધુ હેવી વર્કઆઉટ કરી ચૂકી છે પરંતુ આ દૂર્ઘટના તેની સાથે પહેલી વાર થઈ છે. આ મહિલા સાથે આ દૂર્ઘટના લગભગ 2 વર્ષ પહેલા બની હતી અને હવે ઠીક થયા બાદ મહિલાએ લોકોને આ અંગે જણાવ્યુ છે.

'મને લાગ્યુ - કદાચ રૉડ તૂટી ગઈ છે'
35 વર્ષીય રોબિન મચાડોએ વીડિયો શેર કરીને જણાવ્યુ કે બાકી દિવસોની જેમ એ દિવસે પણ તે જિમમાં વેઈટ લિફ્ટિંગ કરી રહી હતી અને લોખંડની રૉડ સહિત પ્લેનુ કુલ વજન લગભગ 167 કિલો હતી. રોબિને જણાવ્યુ, 'હું વેઈટ લિફ્ટિંગ કરી રહી હતી કે અચાનક કંઈક તૂટવાનો કડાક જેવો અવાજ થયો અને મારા હાથમાંથી રૉડ નીચે પડવા લાગી. મારા હાથમાં અચાનકથી રૉડનુ દબાણ વધી ગયુ અને જ્યારે કંઈક તૂટવાનો અવાજ આવ્યો તો મને લાગ્યુ - કદાચ રૉડ તૂટી ગઈ છે.'

'મારી નજર પોતાના હાથ પર પડી તો મે જોયુ કે..'
રોબિન મચાડોએ આગળ જણાવ્યુ, 'આસપાસ મારી મદદ માટે ઉભેલા લોકોએ મને સંભાળી અને જ્યારે મારી નજર પોતાના હાથ પર પડી તો મે જોયુ કે એક હાડકુ મારી ચામડીમાં ઘૂસવાની તૈયારીમાં છે. હું એકદમ ચોંકી ગઈ અને ગભરાઈને બૂમો પાડવા લાગી. એ વખતે મને કોઈ પીડા અનુભવાઈ નહિ. ત્યારબાદ મને હૉસ્પિટલ લઈ જવામાં આવી જ્યાં ડૉક્ટરોએ મારો એક્સરે કર્યો અને જણાવ્યુ કે મારા હાથની ત્રિજ્યા તૂટી ગઈ છે.'

'180 સુધીની વેઈટ લિફ્ટિંગ પણ મે કરી છે'
વીડિયોમાં રોબિન મચાડોએ જણાવ્યુ, 'હું છેલ્લા લગભગ 20 વર્ષોથી વેઈટ લિફ્ટિંગ કરી રહી છુ અને આનાથી પણ વધુ હેવી વર્કઆઉટ કરી ચૂકી છુ પરંતુ મારી સાથે ક્યારેય આવુ નથી થયુ. આ પહેલા મે લગભગ 180 કિલો સુધીનુ વેઈટ લિફ્ટિંગ પણ કર્યુ છે.' રોબિન મચાડો હવે ઠીક થઈ રહી છે અને તેના આ વીડિયોને અત્યાર સુધી 20 મિલિયનથી પણ વધુ વાર જોવામાં આવી ચૂક્યો છે.

વીડિયો શેર કરવાનુ જણાવ્યુ કારણ
વીડિયો શેર કરવાના કારણનો ઉલ્લેખ કરીને રોબિન મચાડોએ જણાવ્યુ, 'હું ઈચ્છુ છુ કે લોકો મારો વીડિયો જુએ અને એ વાતને સમજે કે ઓછા વજન સાથે સુરક્ષિત રીત પણ વેઈટ લિફ્ટિંગ કરવામાં આવી શકે છે. પરંતુ ઘણીવાર મારા જેવા અમુક લોકો જરુરત કરતા વધુ વજન સાથે વેઈટ લિફ્ટિંગ કરે છે જે તેમના માટે ખતરનાક સાબિત થઈ જાય છે.'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
