Trending News : દારૂ પીશો તો થશે ફાંસીની સજા, આ દેશમાં છે કડક કાયદો
Trending News : દુનિયામાં એવા ઘણા દેશમાં દારૂ પીવા પર પ્રતિબંધ છે. જ્યાં દારૂ પીવા બદલ સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે. જોકે, ભારતના ઘણા રાજ્યોમાં દારૂબંધી છે. આ રાજ્યોમાં દારૂ પીતા કે વેચતા પકડાય તો સજા આપવામાં આવે છે.
કેટલાક સ્થળોએ જ્યારે દારૂ લોકોની પહોંચથી દૂર કરવામાં આવે છે, ત્યારે દારૂની હેરાફેરી શરૂ થાય છે. આવી સ્થિતિમાં ઘણી વખત લોકોને ઝેરી કે લઠ્ઠો પીવડાવવામાં આવે છે. જે પીધા બાદ તેઓ મૃત્યુ પામે છે.

એટલા માટે ઘણા દેશો બુટલેગરો સામે પણ કડક કાર્યવાહી કરે છે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે, દારૂ પીવાની સજા ફાંસી પણ હોય શકે છે. ભાગ્યે જ સાંભળ્યું હશે, પરંતુ આવા એક દેશમાં ખૂબ જ કડક નિયમ છે, જ્યાં દારૂ પીનારાઓને મૃત્યુદંડની સજા આપવામાં આવે છે.
આ દેશનું નામ ઈરાન છે. આ દેશમાં ઘણા સમય પહેલા દારૂ પર પ્રતિબંધ હતો. આમ છતાં યુવકો દારૂ પીવાથી બચતા ન હતા. સરકારના નિયમોની ઐસી તૈસી કરીને આ યુવાનો દારૂની હેરાફેરી કરતા હતા અને પીતા હતા. જેના કારણે દેશમાં દારૂ બનાવવા અને લઠ્ઠો વેચવાના કિસ્સાઓમાં મોટા પ્રમાણમાં વધારો નોંધાયો છે.
લઠ્ઠો પીવાથી ઘણા લોકોના મોત પણ થયા છે. તેથી જ સરકારે આ મામલે કડક સજાની જોગવાઈ કરી છે. હવે આ દેશમાં જો કોઈ દારૂ પીતો જોવા મળે, તો તેને જેલ અથવા 80 કોરડા મારવાની સજા થાય છે.
આ પછી પણ જો કોઈ વ્યક્તિ સંમત ન થાય અને તે વારંવાર દારૂ પીતા પકડાય તો તેને 4 વખત સજા કર્યા બાદ મૃત્યુદંડ આપવામાં આવે છે.
ઇરાન સરકાર આવું એટલા માટે કરી રહી છે. કારણ કે, આ દેશમાં લઠ્ઠોના કારણે મોતનો આંકડો સતત વધી રહ્યો છે. આવી સ્થિતિમાં ઇરાન સરકારે આ સાહસિક પગલું ભર્યું છે.
ઘણા લોકો સજાના ડરથી ડૉક્ટર પાસે ગયા ન હતા અને મોતનો શિકાર બન્યા હતા. આવી સ્થિતિમાં ઇરાન સરકારે દેશના હિતને ધ્યાનમાં રાખીને આ નિયમ લાગુ કર્યો છે. તાજેતરમાં ઈરાનમાં લઠ્ઠોના ઘણા કિસ્સા સામે આવ્યા હતા, જેમાં ઘણા લોકોના મોત થયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
