ચાલતા ચાલતા સુઈ જાય છે આ ગામના લોકો, શોધવું મુશ્કેલ, આ રોગ કેવો છે
કેટલાક લોકો એટલા આળસુ હોય છે કે તેમને કોઈ કામ આપવા આવે તો બસ ઊંઘ આવી જાય છે. કેટલાક એવા હોય છે કે થોડું એરકન્ડીશન અથવા આરામ મળી જાય તો તેમની આંખ લાગી જાય છે.
કેટલાક લોકો એટલા આળસુ હોય છે કે તેમને કોઈ કામ આપવા આવે તો બસ ઊંઘ આવી જાય છે. કેટલાક એવા હોય છે કે થોડું એરકન્ડીશન અથવા આરામ મળી જાય તો તેમની આંખ લાગી જાય છે. પરંતુ તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે રસ્તા પર ચાલતા ચાલતા ઊંઘ આવી જાય? જો નહીં, તો અમે તમને આવા એક-બે વ્યક્તિ વિશે નહીં, પરંતુ ગામની અડધી વસ્તી વિશે જણાવીશું. એક એવું ગામ છે જ્યાં ઘણા લોકોની સૌથી મોટી સમસ્યા એ છે કે તેઓ રસ્તા પર ચાલતા ચાલતા ઊંઘી જાય છે.
આ પણ વાંચો: ત્રણ અઠવાડિયા સુધી સતત ઊંઘી રહી મહિલા, ઉઠી ત્યારે ઝાટકો લાગ્યો

એકવાર વાર ઊંઘી ગયા તો જાગવાનું ખબર નઈ
કઝાકિસ્તાનના કલાચી ગામની વસતી 810 છે, જેમાંથી 200 જેટલા એવા લોકો છે જેમને હરતા ફરતા ગમે ત્યાં સુવાની આદતછે. આ સમસ્યા એટલી ગંભીર છે કે ઊંઘ્યા પછી લોકોને એ ખબર હોતી નથી કે તેઓ ક્યારે જાગશે અથવા તેઓ ક્યારે જાગશે કે નહીં. આ ગામના આ અનોખા રહસ્ય વિશે દાયકાઓથી કોઈ જાણી શક્યું નથી. હદ તો ત્યારે થઇ ગઈ જયારે ત્યાં એક વ્યક્તિ રસ્તા પર ઊંઘી ગયો અને ઊંઘતા ઊંઘતા તે મૃત્યુ પામ્યો.

ગામમાં કાર્બન મોનોક્સાઈડ અને હાઈડ્રો કાર્બનનું પ્રમાણ વધુ છે
ગામની આ સમસ્યાને લઈને લાંબા સમયથી રિસર્ચ કરી રહેલા વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ વિસ્તારમાં કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોકાર્બન્સની માત્રા ખૂબ જ ઊંચી છે. આ કારણે, અહીંના લોકોને પૂરતો ઓક્સિજન મળતો નથી. જો કે આ દાવો નકારાયો હતો. કારણ કે જો લોકોની ઊંઘનું આ જ કારણ હોત, તો આ સમસ્યા ફક્ત 200 લોકોને નહીં, આખા ગામને થઈ હોત.

દાયકાઓથી રહસ્ય બનેલું છે આ ગામ
અહીંના લોકોની ઊંઘના રહસ્યનો હલ આજ સુધી મળ્યો નથી. વૈજ્ઞાનિકો હજુ પણ આ રહસ્યને ઉકેલવામાં લાગેલા છે. દુઃખની વાત એ છે કે, આ વિચિત્ર રોગને લીધે, અહીંના લોકોનું જીવન ખૂબ ધીમું ચાલે છે અને બાકીની દુનિયાથી અલગ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
