હવે કોન્ડોમના પેકને ખોલવા માટે એક સાથે ચાર હાથની જરૂર પડશે
લોકોને સેફ સેક્સ વિશે જાગૃત કરવાના પ્રયત્નો ઘણા લાંબા સમયથી ચાલી રહ્યા છે. પરંતુ હવે બજારમાં એક એવું કોન્ડોમ આવવાનું છે, જેના પેકને એકલો વ્યક્તિ ખોલી શકશે નહિ.
લોકોને સેફ સેક્સ વિશે જાગૃત કરવાના પ્રયત્નો ઘણા લાંબા સમયથી ચાલી રહ્યા છે. પરંતુ હવે બજારમાં એક એવું કોન્ડોમ આવવાનું છે, જેના પેકને એકલો વ્યક્તિ ખોલી શકશે નહિ. કારણ કે તે બે હાથથી ખુલશે નહિ, જો પેકને ખોલવું હોય તો ચાર હાથની જરૂર પડે. કારણ કે પેકને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે એકલો વ્યક્તિ તેને અનપેક કરી શકતો નથી.
આ પણ વાંચો: લોકો 1400 રૂપિયા ચૂકવીને માર ખાવા માટે આવે છે, બિકીનીમાં સુંદર રેસલર્સ ધુલાઈ કરે છે

આર્જેન્ટિનાની કંપનીએ પેકને ડિઝાઇન કર્યું
સેફ સેક્સ અને સંમતિને પ્રોત્સાહન આપવા માટે આર્જેન્ટિનાની સેક્સ ટૉય કંપની ટ્યૂલિપનએ તેને તૈયાર કર્યું છે. કંપની દાવો કરે છે કે આ કોન્ડોમના પેકને એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે તે બે હાથથી ખોલી જ ન શકાય, આ પેકને ખોલવા માટે ચાર હાથની જરૂર પડશે. ટ્યૂલિપન આર્જેન્ટિનાએ તેના કોન્ડમ પેકનો વિડીયો તેના ટ્વિટર હેન્ડલથી શેર કર્યો છે.
|
વીડિયોમાં જુઓ અનપૅક કરવા માટે કેવી રીતે ચાર હાથની જરૂર પડશે
વીડિયોમાં કંપનીએ કહ્યું છે કે કેવી રીતે કોન્ડોમના આ પેકને અનપેક કરવા માટે ચાર હાથની જરૂર પડશે. કોન્ડોમને અનપેક કરવા માટે, કોન્ડોમ પેકેજીંગના બધા ચાર ખૂણાને એક સાથે દબાવવું જરૂરી છે. કંપની કહે છે કે આના કારણે નિર્ણયની સંમતિ અને સમાન ભાગીદારીની સમજને પ્રોત્સાહન મળશે. કંપની કહે છે કે કોન્ડોમના આ નવા પેકને આ વર્ષના અંત સુધી જારી કરવામાં આવશે.

બારમાં નમૂના તરીકે વહેંચણી કરવામાં આવી રહી છે
બજારમાં નહીં આવે ત્યાં સુધી, કંપની કોન્ડોમના આ નવા પેકને મફત નમૂનાના સ્વરૂપમાં બારમાં કપલને વિતરણ કરી રહી છે. બીજી તરફ, આ કંપનીના કોન્ડોમના નવા પેકિંગની સોશિયલ મીડિયા પર પણ વ્યાપકપણે પ્રશંસા કરવામાં આવી રહી છે. કોંડોમની આ નવી પ્રોડક્ટ #MeToo અભિયાન પછી આવી છે, જેમાં ઘણી જાણીતી પ્રમુખ હસ્તીઓ પર જાતીય દુર્વ્યવહારનો આરોપ લગાવામાં આવ્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
