મળો દુનિયાના સૌથી નાના સીરિયલ કિલરને, 8 વર્ષે 3 હત્યાઓ કરી
તમે ઘણી ફિલ્મો અને વેબ સિરિઝમાં જોયુ હશે કે એક વ્યક્તિ એક પછી એક ઘણા લોકોની હત્યાઓ કરે છે. આ વ્યક્તિ માનસિક રીતે પીડિત હોય અને તેના કારણે સીરિયલ કિલર બની જાય છે. આજે આપણે આવા જ એક સીરિયલ કિલરની વાત કરવાના છીએ. આ કિલર દુનિયાનો સૌથી નાનો સીરિયલ કિલર છે.
સૌથી ચૌકાવનારી બાબત એ છે કે આ સીરિયલ કિલર બીજા કોઈ દેશનો નહીં ભારતના બિહારનો છે. દુનિયાના સૌથીની નાનો સીરિયલ કિલર અમરજીત સદાએ માત્ર 8 વર્ષની ઉમરમાં ત્રણ હત્યાઓને અંજામ આપ્યો હતો.

બિહારના બેગુસરાયના મુશારી ગામમાં જન્મેલા અમરજીત સદા આખી દુનિયામાં સૌથી નાની ઉંમરના સીરિયલ કિલર તરીકે ઓળખાય છે. અમરજીત સદાનો જન્મ 1998માં થયો હતો અને 2007માં પોલીસે તેની ત્રણ હત્યાના ગુનામાં ધરપકડ કરી હતી.
2007માં પોલીસ એક બાળકીની હત્યાનો કેસ ઉકેલી રહી હતી,. આ બાળકીના માતા-પિતાને તેના પડોશમાં રહેતા અમરજીત સદા નામના 9 વર્ષના છોકરા પર શંકા હતી. શરૂઆતમાં પોલીસ માટે પણ આ વાત માનવી શક્ય નહોતી પરંતુ ખુલાસો થતા પોલીસ પણ ચૌકી ગઈ.
જ્યારે પોલીસને પુરાવા મળ્યા અને પોલીસે કસ્ટડીમાં પૂછપરછ શરૂ કરી તો એમાં આ ચૌકાવનારી બાબતો સામે આવી. તપાસમાં આ અમરજીતે બાળકીની હત્યાની કબૂલાત કરી અને વધુ બે હત્યાઓ વિશે પણ જણાવ્યું. થોડા સમય પહેલા પણ તેણે તેની નાની બહેનની પણ હત્યા કરી નાખી હતી, જે બાબત તેના માતા-પિતાએ બધાથી છુપાવી હતી. તેણે પહેલી હત્યા કરી ત્યારે તેની ઉંમર 8 વર્ષ હતી.
તમને સવાલ થતો હશે કે આખરે આટલો નાનો બાળક કોઈની હત્યા કેમ કરે? તપાસ દરમિયાન મનોચિકિત્સકોની ટીમે અમરજીત સદા સાથે વાત કરી તો જાણવા મળ્યું કે તે કન્ડક્ટ ડિસઓર્ડર નામની માનસિક બીમારી છે. આ બીમારીને કારણે તેને બીજાને દુઃખ આપવામાં મજા આવે છે. આ કારણોસર તે નાના બાળકોને પથ્થરથી કચડીને મારી નાખતો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
