મળો દુનિયાની સૌથી ખૂબસૂરત જાસૂસને, સુંદરતાને હથિયાર બનાવીને 50 હજાર સૈનિકોના જીવ લીધા
દુનિયામાં વિશ્વ યુદ્ધોમાં મહિલા જાસૂસોની મોટી ભુમિકા રહી છે. પહેલાના સમયમાં ટેકનોલોજીનો અભાવ હતો ત્યારે શત્રુઓની રણનીતિની જાણકારી મેળવવા માટે ખૂબસૂરત મહિલાઓનો હથિયાર તરીકે ઉપયોગ થતો હતો. આજે આપણે આવી જ એક મહિલા વિશે વાત કરવાના છીએ.
તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં પુરૂષોની સરખામણીમાં મહિલાઓ હંમેશા આગળ રહી છે. આજે જે મહિલા જાસૂસ વિશે વાત કરવાના છીએ તે મહિલાએ તેની કાતિલ અદાઓથી હજારો સૈનિકોના જીવ લીધા છે અને તે આજ સુધીની સૌથી ખૂબસૂરત જાસૂસ મનાય છે.

માર્ગારેટ ગીર્તોઈદા જેલે ઉર્ફે માતા હારી નામની આ જાસૂસ જાસૂસીની દુનિયાનું સૌથી જાણીતું નામ છે. 1876માં નેધરલેન્ડમાં જન્મેલી અને વ્યવસાયે ડાન્સર આ જાસૂસ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન પેરિસમાં ડાન્સર અને સ્ટ્રિપર તરીકે જગ વિખ્યાત બની હતી. કહેવાય છે કે તેની ડાન્સ ઈવેન્ટમાં દેશ વિદેશથી મોટા લોકો આવતા હતા.
માતા હારીની ગણતરી દુનિયાના સૌથી ખતરનાક જાસૂસોમાં થાય છે. કહેવાય છે કે તે એક વખત તેના ટાર્ગેટ પાછળ પડતી પછી તેના તમામ રાઝ જાહેર કરી દેતી. તેના આ વિશેષતાને કારણે તેને ફ્રાન્સ સરકારે પ્રથમ વિશ્વયુદ્ધ હથિયાર બનાની અને જર્મન લશ્કરી અધિકારીઓની ઘણી માહિતીઓ મેળવી.
માતા હારી વિશે ડબલ એજન્ટ હોવાનું પણ કહેવાય છે. મનાય છે કે કે માતા હારીએ પૈસાના બદલામાં જર્મન સરકારને ફ્રેન્ચ સરકાર વિશે માહિતી આપવાનું શરૂ કરી દીધુ હતુ.
એક વખત સ્પેન જતી વખતે તેની બ્રિટિશ ગુપ્તચર એજન્સીએ ઈંગ્લેન્ડના ફાલમાઉથ બંદરેથી ધરપકડ કરી હતી. ફ્રાન્સ અને બ્રિટનની જાસૂસી એજન્સીઓને શંકા હતી કે તે જર્મની માટે જાસૂસી કરે છે. આના નક્કર પુરાવા ન હોવા છતાં ડબલ એજન્ટ હોવાનો આરોપ મૂકીને ફ્રાન્સમાં તેની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી.
આ જાસૂસ કેટલી ખતરનાક હતી એ વાતનો પુરાવો એ છે કે તેની જાસૂસીએ લગભગ 50 હજાર ફ્રેન્ચ સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા. 1931માં આ મહિલાના જીવન પર એક હોલીવુડ ફિલ્મ બની હતી, જેમાં ગ્રેટા ગાર્બો મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
