મળો ભારતને સ્પેસ પાવર બનાવનારા 5 સૌથી મહત્વના ચહેરાઓને, એ ન હોત તો ચંદ્રયાન-3 શક્ય ન બન્યુ હોત
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે અવકાશમાં અસાધારણ ઉપલબ્ધિઓ હાંસલ કરી છે. ભારતની આ તમામ ઉપબલ્ધિઓ પાછળ વર્ષો પહેલા ભરવામાં આવેલા કેટલાક મહત્વના પગલા છે. આજે ભારતને સ્પેસ પાવર બનાવનારા દેશના મહત્વના વૈજ્ઞાનિકો વિશે વાત કરવાના છીએ.
50 વર્ષ અને મામુલી સુવિધાઓમાં ભારત આજે ચંદ્ર પર લેન્ડિંગ અને મંગળ સુધી પહોંચનારો દેશ બની ગયો છે. ભારતને અહીં પહોંચાજવા માટે કેટલાક લોકોએ પોતાની જીંદગી ખર્ચી નાંખી છે. આ લોકોમાં વિક્રમ સારાભાઈથી લઈને અબ્દુલ કલામ જેવા મોટા નામ સામેલ છે.

વિક્રમ સારાભાઈ
ભારતનો સ્પેસ પ્રોગ્રામ અહીં સુધી પહોંચ્યો છે તો તેમાં સૌથી મોટુ નામ કોઈનું હોય તો તે વિક્રમ સારાભાઈનું છે. વિક્રમ સારાભાઈને ભારતીય સ્પેસ પ્રોગ્રામના પિતામહ કહેવામાં આવે છે. તેમણે જ ભારતને સ્પેસ પ્રોગામનું મહત્વ સમજાવ્યુ અને ઈસરોની સ્થાપ્તના કરી. આજે ભારત અવકાશમાં જે કંઈ છે તેની પાછળ ઈસરોની મહેનત છે.
સતીશ ધવન
ભારતીય સ્પેસ પ્રોગ્રામમાં વિક્રમ સારાભાઈ પછી બીજુ નામ સતીશ ધવનનું લેવામાં આવે છે. સતીશ ધવન 1972માં ઈસરોના અધ્યક્ષ બન્યા અને ઈસરોને આગળ વધારવામાં મોટી ભુમિકા ભજવી. આજે ભારતના સ્પેસ પોર્ટ શ્રીહરિકોટાને સતીશ ધવન સ્પેસ સેન્ટરના નામની જ ઓળખવામાં આવે છે. તેમને Father Of Experimental Fluid Dynamics તરીકે ઓળખવામાં આવે છે.
એપીજે અબ્દુલ કલામ
ભારતના મિસાઈલ મેન અબ્દુલ કલામથી કોઈ અજાણ નથી. વિક્રમ સારાભાઈ અને સતીશ ધવન બાદ કલામે ભારતને અવકાશમાં સુપર પાવર બનાવવામાં પોતાની પુરી તાકાત લગાવી દીધી. ભારત આજે સ્વનિર્મિત મિસાઈલ અને રોકેટ બનાવી શક્યુ છે તેની પાછળ ભારતના મિસાઈલ મેન અબ્દુલ કલામ છે.
ડો. કે. રાધાકૃષ્ણન
ભારતને અવકાશમાં પાવરફૂલ બનાવવામાં ડો. કે. રાધાકૃષ્ણનનો પણ મોટો ફાળો છે. ઈસરોના અધ્યક્ષ તરીકે GSLV માટે સ્વદેશી એન્જિન તૈયાર કરીને મંગલયાનને સફળતાપૂર્વક મંગળ સુધી પહોંચાડવાનો શ્રેય તેમને જાય છે.
ઉડુપી રામચંદ્ર રાવ
ઈસરોના મહાન વૈજ્ઞાનિકોની યાદીમાં ઉડુપી રામચંદ્ર રાવનું નામ છે. રાવ ઈસરોના અધ્યક્ષ રહી ચૂક્યા છે અને તેમના નેતૃત્વમાં જ પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટને અવકાશમાં મોકલવામાં આવ્યો હતો. સેટેલાઇટ હોલ ઓફ ફેમમાં સામેલ થનાર તે પ્રથમ ભારતીય હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
