કુંવારિકાઓના લોહીમાં નહાતી હતી, દુનિયાની આ સિરીયલ કિલર મહિલા
શું તમે એલિઝાબેથ બાથરીનું નામ સાંભળ્યું છે....આ એજ ખોફનાક સિરીયલ કિલર છે જેણે એક બે નહીં પણ કુલ 600થી વધુ કુંવારી છોકરીઓને મારી નાંખી છે અને તેને આવું એટલા માટે કર્યું કે તેને એક તાંત્રિક કે જ્યોતિષે આમ કરવાનું કહ્યું હતું. પોતાની સુંદરતાને હંમેશા હંમેશા માટે યુવાન રાખવા માટે આ મહિલાએ આ તાંત્રિકની મગજ વગરની વાતને સ્વીકાર લીધી અને પછી પોતાની સત્તાનો દુરઉપયોગ કરીને તે એક પછી એક કુંવારી યુવતીઓને મારતી ગઇ.
કહેવાય છે કે તે જે કિલ્લામાં રહેતી હતી તેમાં ઊંચા પગારે કામ કરવા માટે તે ખાસ કુંવારી યુવતીઓને આસપાસના ગામમાંથી બોલવતી. આ આસપાસના ગામમાંથી આવેલી ભોળી માસૂમ છોકરીઓ એક વાર જ્યારે આ કિલ્લામાં દાખલ થતી તો તે ક્યારેય બહાર ના આવતી. એટલું જ નહીં તેમના કંકાલોને પણ પાછા બહાર આવતા વર્ષો લાગ્યા. કહેવાય છે કે તે આ યુવતીઓને મારી તેમના લોહીથી નહાતી હતી. ત્યારે કોણ હતી આ મહિલા, કેમ તેનું નામ ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દુનિયાની સૌથી ખતરનાક સિરીયલ કિલર તરીકે નોંધવામાં આવ્યું છે તે વિષે વધુ જાણો અહીં....

સૌથી ખોફનાક સુંદરી
એલિઝાબેથ બાથરી, હંગેરીના ઇતિહાસ અને કદાચ દુનિયાના ઇતિહાસમાં આવી ખોફનાક સુંદર કિલર ભાગ્યેજ કોઇ હશે. તેણે ઇસ 1585થી 1610 સુધી હંગેરીના એક પરા પર રાજ કર્યું.

સુંદરતાનો નશો
કહેવાય છે કે એલિઝાબેથને પોતાની સુંદરતાનું ખુબ જ ધમંડ હતું. તેના માટે તેની સુંદરતા જ તેવું સર્વેસ્વ હતું. અને તે હતી પણ અદ્ધભૂત સુંદર.

યૌવન
તેને કોઇ જ્યોતિષી કે તાંત્રિકે કહ્યું હતું કે તેણે હંમેશા તેની આ સુંદરતાને કાયમ રાખવાની છે તો જ તે રાજ કરી શકશે.

કુંવારીકાના લોહીનો સ્નાન
કહેવાય છે કે તેણે પોતાના મહેલમાં 600થી વધુ છોકરીઓને મારી નાખી જેથી કરીને તે તેના જ્યોતિષના કહ્યા મુજબ તે કુંવારી છોકરીઓના લોહીથી સ્નાન કરી શકે અને પોતાનું યૌવન અને સુંદરતાને સદાકાળ માટે કાયમ રાખી શકે.

ખાલી કુંવારિકા
એટલું જ નહીં તે આ યુવતીઓની હત્યા પહેલા તેમના પર ગુજારતી હતી નિર્મમ ત્રાસ અને આવી રીતે ત્રાસ આપીને તે યુવતીઓને મારી નાખતી હતી.

છોકરીઓના કંકાલ
એલિઝાબેથના મહેલમાંથી મોટી સંખ્યામાં છોકરીઓના કંકાલ મળ્યા હતા. અને સાથે જ સોના ચાંદીના આભુષણ પણ પ્રાપ્ત થયા હતા.

મહેલનો રાજ
તે પોતાના મહેલમાં નોકરના કામ કરવા માટે ઊંચા પગારે આ છોકરીઓને આસપાસના ગામમાંથી બોલાવતી હતી. પણ જ્યારે એક પછી એક મોટી સંખ્યામાં કુંવારી છોકરીઓ ગામમાંથી ગાયબ થવા લાગી ત્યારે લોકોને તેની પર શક ગયો.

સત્તાનો દુરઉપયોગ
જો કે જ્યારે લોકોને તેની સચ્ચાઇ ખબર પણ પડી ત્યારે પણ તે કશું જ ના કરી શક્યા એલિઝાબેથ એક વગદાર પરિવારથી આવતી હતી. અને માટે જ તેની આ હત્યાઓ માટે હંગેરીના રાજાએ તેને 1610માં ખાલી મહેલમાં નજરકેદ રાખી.

કરૂપ
કહેવાય છે કે સજા મળ્યાના ચાર વર્ષ પછી એલિઝાબેથનું મોત થઇ ગઇ. અને મૃત્યુના સમયે તે ખુબ જ કદરૂપી લાગતી હતી.

લગ્ન
પોતાના મહેલમાં અનેક છોકરીઓને મારનાર એલિઝાબેથના લગ્ન ફેરેંક નૈડેસ્કી નામના એક વગદાર રાજા જોડે થઇ હતી.

ગિનિઝ બુકમાં નામ
600થી વધુ છોકરીઓની હત્યા કરનાર એલિઝાબેથનું નામ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની બુકમાં સૌથી ખતરનાક સીરયલ કિલર તરીકે નોંધવામાં આવ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
