Video: પહેલી ડેટ પર મેક્સને આવ્યો હાર્ટ અટેક, ગર્લફ્રેન્ડે કિસ કરીને બચાવી જાન
Video: પહેલી ડેટ પર મેક્સને આવ્યો હાર્ટ અટેક, ગર્લફ્રેન્ડે કિસ કરીને બચાવી જાન
કેલિફોર્નિયાઃ ગર્લફ્રેન્ડ સાથે પહેલી ડટ પર 'કિસ' એક શ્રેષ્ઠ યાદગાર અનુભવ માનવામાં આવે છે. પરંતુ પહેલી જ ડેટ પર તમારા પાર્ટનરની જાન બચાવવા માટે કિસ કરવી પડે તો આ બહુ રોમાંચક પેદા કરનાર પળ છે. આવી જ એક ઘટના કેલિફોર્નિયામાં બની. કેલિફોર્નિયામાં એક કપલ મેક્સ મૉન્ટગમરી અને ડૉક્ટર એન્ડી ટ્રાએનર પહેલી ડેટ પર સમુદ્ર કાંઠે સમય વિતાવવા માટે પહોંચ્યા હતા. ઘટના ગયા વર્ષના ઑક્ટોબરની છે.

પહેલી ડેટમાં સર્ફિંગ પર ગયા હતા મેક્સ અને એન્ડી
56 વર્ષના મેક્સ મૉન્ટગમરી 45 વર્ષની ડૉક્ટર એન્ડી સાથે પોતની ઘરની પાસે આવેલ સમુંદર કાંઠે બીચ પર સમય વિતાવવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે સર્ફિંગ કર્યું. સર્ફિંગ કરીને તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે જ મેક્સ અચાનક જ નીચે પડી ગયા અને દર્દને કારણે તડવા લાગ્યા. એમની પાછળ ચાલી રહેલ એન્ડી તુરંત એમની પાસે પહોંચી. સ્થિતિ સમજવામાં એમને વાર ન લાગી. તેમને ખ્યાલ આવી ગયો કે મેક્સને હાર્ટ અટેક આવ્યો. એન્ડીએ સમય ગુમાવ્યા વિના મેક્સને મોઢાથી શ્વાસ આપવાનું શરૂ કરી દીધું.

એન્ડી સ્ટેન્ફોર્ડ વિશ્વવિદ્યાલયમાં એનસ્થૉલજિસ્ટ છે
એન્ડી સ્ટેન્ફોર્ડ યુનિવર્સિટીમાં એનસ્થૉલજિસ્ટ છે. એમણે કૃત્રિમ શ્વાસ દ્વારા પોતાના સાથીનો જીવ બચાવ્યો. એટલામાં એમની પાસે લોકો પણ ભેગા થવા લાગ્યા. થોડી વારમાં જ મેડિકલ ટીમ પણ ત્યાં આવી પહોંચી. તે મેક્સન પોતાની સાથે લઈ ગઈ. બાદમાં માલુમ પડ્યું કે એન્ડીની સૂઝબૂઝને કારણે એમની જાન બચી ગઈ. એન્ડી અને મેક્સની વચ્ચેની આ પહેલી કિસ હતી. મેક્સ લકી રહ્યા કે એન્ડીની પહેલી કિસે એમને બીજું જીવન આપ્યું.

મેક્સનું હ્રદય ઘણો સમય બંધ રહ્યું
એન્ડીએ જણાવ્યું કે મેક્સનું હ્રદય કેટલોય સમય સુધી બંધ રહ્યું. કહ્યું કે જો હું આ રીતે શ્વાસ ન આપત તો મેક્સ બ્રેનડેડ થઈ જાત અને તેનો જીવ પણ જઈ શકે તેમ હતો. મેક્સ હાલ સ્વસ્થ છે. તેની બાઈપાસ સર્જરી થઈ છે. તે બંને હાલ પોતાની નોર્મલ લાઈફ જીવી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
