7 પત્નીઓ સાથે એક જ ઘરમાં રહે છે આ વ્યક્તિ, ફ્લર્ટિંગને પોતાનો શોખ ગણાવે છે
ઘણા લોકોમાં અલગ પ્રકારની ખુબીઓ જોવા મળે છે. જો કે કોઈ વ્યક્તિ તમને એમ કહે કે એનામાં એવી ખુબી છે કે છોકરીઓ તેની પાસે ખેંચાઈને આવે છે તો તમને નવાઈ લાગશે પરંતુ આ હકિકત છે. આવો જ એક વ્યક્તિ આજે 7 પત્નીઓ સાથે જીવન જીવી રહ્યો છે.
સામાન્ય રીતે જોતા આ વ્યક્તિમાં કોઈ ખાસ વિશેષતા નથી. ન તો તે બોડી બિલ્ડર છે કે જેને જોઈને યુવતીઓ તેનાથી પ્રભાવિત થઈ જાય. જો કે તેમ છત્તા તેનામાં કેટલીક એવી ખાસિયતો છે જેના કારણે છોકરીઓ તેને પસંદ કરે છે. આ જ કારણ છે કે આજે તે એક જ ઘરમાં 7 પત્નીઓ સાથે રહે છે.

34 વર્ષના આ વ્યક્તિનું નામ નટ્ટાપોંગ છબલેમ છે. અહેવાલો અનુસાર, નટ્ટાપોંગનો દાવો છે કે છોકરીઓ તેના પ્રેમમાં પાગલ થઈ જાય છે. તે ફ્લર્ટિંગનો શોખીન છે અને તેની પત્નીઓથી ક્યારેય તેના ફ્લર્ટિંગને છુપાવતો નથી. આ જ કારણ છે કે ઘરમાં પત્નીઓની સંખ્યા વધી ગઈ છે.
નટ્ટાપોંગ છબલેમ તેની સાત પત્નીઓને અલગ-અલગ જગ્યાએ મળ્યો હતો. કેટલીકને મિત્રો દ્વારા તો કેટલીક સોશિયલ ફંક્શનમાં મળી હતી. આમાની કેટલીક સોશિયલ મીડિયાના માધ્યમથી તેના સંપર્કમાં આવી હતી. વ્યવસાયે સેલ્સમેન નટ્ટાપોંગ થાઈલેન્ડના નાખોમ પથમમાં રહે છે. તેમને 7 પત્નીઓ સાથે 9 બાળકો છે.
નટ્ટાપોંગ ફ્લર્ટિંગને તેની લાઈફનો એક ભાગ ગણાવે છે અને છુપાવતો નથી. તેનામાં કેટલાક એવા ગુણ છે જેના કારણે તેની પત્નીઓ એકબીજા સાથે લડ્યા વિના તેના પ્રેમમાં પાગલ રહે છે. તે છેતરપિંડી કરી શકતો ન હોવાથી તમામ મહિલાઓને એક જગ્યાએ રાખે છે અને આરામથી જીવન જીવી રહ્યો છે.
નટ્ટાપોંગ પોતાની પત્નીઓના વખાણ કરતા કહે છે કે,તેમનો વ્યવહાર સારો છે અને તે એકબીજા સાથે સારી રીતે વાત કરે છે. તમામ સમજીને રહે છે. તે બધીને એકસાથે રાખી શકે છે, જો કે આ કોઈ આસાન કામ નથી.
નટ્ટાપોંગ લોકોને સલાહ આપે છે કે જ્યાં સુધી તેમને એવું લાગે કે તે તેને હેન્ડલ નહીં કરી શકે ત્યાં સુધી આવા સંબંધમાં ન પડો. જે મેનેજ ન કરી શકે તેમને માત્ર એક જ પત્ની સાથે રહેવું જોઈએ, નહીં તો સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
